Swaminarayan Mandir Pethapur

Swaminarayan Mandir Pethapur: સ્વામિનારાયણ મંદિર પેથાપુર ખાતે આગામી ૨૧ મે થી ૨૫ મે દરમિયાન દ્વિ દશાબ્દી મહોત્સવ યોજાશે

Swaminarayan Mandir Pethapur: રાજશ્રી પાર્ટી પ્લોટ પેથાપુર ખાતે શ્રીમદ્ ભાગવત પંચાન્હ પારાયણ, ભવ્ય રાજોપચાર,શ્રી કૃષ્ણ જન્મો ત્સવ, રૂક્ષ્મણી વિવાહ તથા ભવ્ય પોથી યાત્રા જેવા અનેક વિધ કાર્યક્રમો યોજાશે

  • Swaminarayan Mandir Pethapur: પેથાપુર મંદિર ખાતે બિરાજમાન ઘનશ્યામ મહારાજ, રાધા કૃષ્ણ દેવના સિંહાસન સહિત જીર્ણૌધ્ધાર સંપન્ન: મંદિર ખાતે મહાઅભિષેક, છપ્પનભોગનું આયોજન
  • દ્વિ દશાબ્દી મહોત્સવમાં સમગ્ર ધર્મકુળ પરિવારની પ્રેરક ઉપસ્થિતિ: શ્રી સ્વામિનારાયણ મંદિર, કાલુપુરની યુટયુબ ચેનલ તથા ફેસબુક પર લાઈવ પ્રસારણ કરાશે
whatsapp banner

ગાંધીનગર, 19 મે: Swaminarayan Mandir Pethapur: ગાંધીનગરના પેથાપુર ખાતે અમારા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી નિર્મિત સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી તા. ૨૧ મે થી તા. ૨૫ મે દરમિયાન દ્વિદશાબ્દી મહોત્સવ અને મંદિરનો નૂતન જીર્ણોધ્ધાર મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે એમ પેથાપુર મંદિરના મહંત સ.ગુ.સ્વામી અજય પ્રકાશદાસજી દ્વારા જણાવાયું છે.

મહંત અજય પ્રકાશદાસજી એ સમગ્ર મહોત્સવની વિગતો આપતા કહ્યું કે, સવાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ની અસીમ કૃપાથી તથા શ્રી નરનારાયણદેવ પિઠાધીપતિ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞાથી તથા પ.પૂ. મોટા મહારાજ તેજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા પ.પૂ. ભાવી આચાર્ય ૧૦૮ લાલજી વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા પ.પૂ. ગાદીવાળા તથા સમગ્ર ધર્મકુળ પરિવારના રૂડા આશિર્વાદથી તથા અમારા ગુરુ અ.નિ. સદ્. પુજારી સ્વામી જયપ્રકાશદાસજી – (મુળીઘામ) ની દિવ્ય પ્રેરણાથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે.

તેમણે ઉમેર્યું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણાર્વિદથી પાવન થયેલી પવિત્ર ભૂમિ એવા પેથાપુર ધામને આંગણે જયાં શ્રી સ્વામિ નારાયણ ભગવાનની પ્રસાદીની ભાખરી તથા સ.ગુ. ગોપાળાનંદ સ્વામી જેવા મહાનસંતો દ્વારા પવિત્ર થયેલ સાબરમતી નદીના કિનારે અનેક મહાન મુમુક્ષ ભક્તોનાં પ્રસાદીના મંદિર સમાન ધરોનો ઉજ્જળો અમર ઈતિહાસને સાકાર કરવા માટે આજથી ૨૦ વર્ષ પહેલા પ.પૂ. આચાર્ય મહારાજ દ્વારા સુંદર ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય કરાવી રાધાકૃષ્ણદેવ તથા ઘનશ્યામ મહારાજ તથા ગણપતિ દાદા તથા હનુમાનજી દાદાની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

ત્યાર બાદ ૫.પૂ. આચાર્ય મહારાજની આજ્ઞાથી સ.ગુ. મહંત સ્વામી અજયપ્રકાશદાસજી દ્વારા મંદિરનો સંપૂર્ણ જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે. આ મંદિરને ૨૦ વર્ષ પુર્ણ થતા દ્વિદશાબ્દી મહોત્સવ અને મંદિર નો નૂતન જીર્ણોધ્ધાર મહોત્સવ નિમિત્તે તા. ૨૧ મે થી ૨૫ મે દરમિયાન યોજાનાર આ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

આ પણ વાંચો:- Mohini Ekadashi: મોહિની એકાદશી વ્રતનું મહત્વ અને માન્યતાઓ વિષે જાણો

રાજશ્રી પાર્ટી પ્લોટ પેથાપુર ચાર રસ્તા ખાતે શ્રીમદ્ ભાગવત પંચાન્હ પારાયણ,ભવ્ય રાજોપચાર, મહાઅભિષેક, છપ્પનભોગ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ તથા ભવ્ય પોથીયાત્રા જેવા અનેક વિધ ભવ્ય આયોજનો કરાયા છે.ભાગવત પંચાન્હ પારાયણની પોથીયાત્રા તા. ૨૧ મે, બપોરે ૩:૩૦ કલાકે યજમાનના ઘરે થી રાજશ્રી પાર્ટી પ્લોટ પેથાપુર ચોકડી કથા સ્થળે જશે.

આ પારાયણ દરમિયાન તા.૨૨ મે સાંજે ૬:૦૦ કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ, તા.૨૩ મે રાત્રે ૮ થી ૧૧ કલાકે શ્રી રૂક્ષ્મણી વિવાહ અને તા.૨૪ મે બપોરે ૨ થી ૪ દરમિયાન રાજોપચાર વિધી યોજાશે. આ ઉપરાંત તા. ૨૫ મે ના રોજ સ્વામિનારાયણ મંદિર ખાતે સવારે ૭:૦૦ કલાકે મહાભિષેક અને સવારે ૯ થી ૧૨ કલાકે છપ્પનભોગ અન્નકૂટ નું પણ આયોજન કરાયું છે. આ જ દિવસે સવારે ૯:૦૦ કલાકે કથાનો પ્રારંભ થશે અને પ.પૂ. આચાર્ય મહારાજ કથાસ્થળે પધારશે અને સવારે ૧૦ કલાકે આશીર્વચન આપીને યજમાનઓનું સન્માન પણ કરશે.

મહંતએ ઉમેર્યું કે,સ.ગુ.શા. સ્વામી કો.શ્રુતિપ્રકાશ દાસજી તથા પાર્ષદ ભરત ભગત (મુળીધામ) તથા પેથાપુર સમસ્ત સત્સંગ સમાજ દ્વારા આયોજીત આ મહોત્સવમાં કલોલના સ.ગુ.શા. સ્વામી શ્રી ઉત્તમચરણ દાસજી અને સ.ગુ.શા. સ્વામી ગોપાલચરણદાસજી સભાનું સંચાલન કરાશે.જેનો તમામ સત્સંગીઓને બહોળો લાભ લેવા હૃદયથી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે

buyer ads

અત્રે ઉલ્લેખનીય છે કે,આ મહોત્સવ પ્રસંગે સમગ્ર ધર્મકુળ પધારશે.લાઈવ પ્રસારણ – શ્રી સ્વામિનારાયણ મંદિર, કાલુપુરની યુટયુબ ચેનલ તથા ફેસબુક પર લાઈવ કરવામાં આવશે.

આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે જેની સૌ સત્સંગીઓને નોધ લેવા વિનંતી છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો