Mask: રાજ્યના ડીજીપી શહેરોના તમામ કમિશ્નર અને જિલ્લા એસપીને શું આપી સૂચના, જાણો વિગત…..

Mask, DGP Ashish Bhatia

રાજ્યભરમાં સૌ ફરજિયાત માસ્ક (Mask) પહેરે તે માટેના નિયમોનું તમામ જિલ્લાના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરઓને કડકપણે પાલન કરાવવા રાજ્ય પોલીસ મહાનિદેશકની સૂચના

  • રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા તમામ જિલ્લાના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરઓને ઝુંબેશ શરૂ કરવા ડીજીપીની તાકીદ
  • માસ્ક ન પહેરનારા સામે કડક કાર્યવાહી કરી રૂ.૧ હજાર દંડની વસુલાત કરવા આદેશ
Whatsapp Join Banner Guj

ગાંધીનગર, ૦૩ એપ્રિલ: Mask: રાજ્યના પોલીસ મહાનિદેશક અને હેડ ઓફ પોલીસ ફોર્સ આશિષ ભાટિયાએ ગુજરાતના તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરઓને સૌ ફરજિયાત માસ્ક (Mask) પહેરે તે માટેના નિયમોનું કડકપણે પાલન કરાવવા સૂચના આપી છે.

રાજ્ય પોલીસ મહાનિદેશકએ તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેમના વિસ્તારમાં દરેક વ્યક્તિ ફરજિયાત માસ્ક પહેરે અને માસ્ક ન પહેરનારા સામે કડક હાથે કામ લઇ રૂ.૧ હજારના દંડની પણ વસુલાત કરવામાં આવે.

ADVT Dental Titanium

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા સૌ નાગરિકોની આરોગ્ય રક્ષા માટે માસ્ક અનિવાર્ય હોઇ, રાજ્યના પોલીસ મહાનિદેશકએ સૌ નાગરીકો ફરજિયાત માસ્ક પહેરે તે માટેની ઝુંબેશ તાત્કાલિક ધોરણે હાથ ધરવા પણ જિલ્લા પોલીસ અધિક્ષકઓ અને પોલીસ કમિશનરઓને તાકીદ કરી છે.

આ પણ વાંચો…કોરોનાના વધતા કેસથી તંત્ર ચિંતામાં, નાયબ મુખ્યમંત્રી(Nitin patel) વડોદરાની મુલાકાતેઃ કોરોનાને લઇ આપ્યુ મહત્વનું નિવેદન