train 8

Diverted route of Sabarmati Express: દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ થી ચાલશે

Diverted route of Sabarmati Express: સાબરમતી-યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ અને દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ થી ચાલશે.

google news png

અમદાવાદ, 03 માર્ચ: Diverted route of Sabarmati Express: અમદાવાદ ડિવિઝનના મહેસાણા-પાલનપુર સેક્શન પર ઊંઝા અને કામલી સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નં. 926 ના પુનર્નિર્માણ હેતુ એન્જિનિયરિંગ કાર્યને કારણે સાબરમતી-યોગનગરી ઋષિકેશ-સાબરમતી એક્સપ્રેસ અને દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ થી ચાલશે અને ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર જશે નહીં.

આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

BJ ADVT
  1. 4 માર્ચ 2025 ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19031 સાબરમતી-યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મહેસાણા-ઊંઝા-સિદ્ધપુર-પાલનપુરના ને બદલે પરિવર્તિત માર્ગ વાયા મહેસાણા-પાટણ-ભિલડી-પાલનપુર ના માર્ગ થી ચાલશે અને ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર નહીં જાય.
  2. 3 માર્ચ 2025 ના રોજ યોગનગરી ઋષિકેશ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19032 યોગનગરી ઋષિકેશ-સાબરમતી યોગા એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ પાલનપુર-ઉંઝા-સિદ્ધપુર-મહેસાણા ના બદલે પરિવર્તિત માર્ગ વાયા પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણા ના માર્ગ થી ચાલશે તથા ઉંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર નહીં જાય.
  3. 3 માર્ચ 2025 ના રોજ દૌલતપુર ચોક થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19412 દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ પાલનપુર-ઊંઝા-સિદ્ધપુર-મહેસાણા ના બદલે પરિવર્તિત માર્ગ વાયા પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણા ના માર્ગ થી ચાલશે અને ઉંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર નહીં જાય.

આ પણ વાંચો:- IITE’s 7th Convocation: વિકસીત ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા ખૂબ જ અગત્યની: પ્રફુલ પાનસેરિયા

મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરો. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો