Mega Job Fair narmad university

Mega Job Fair: રોજગારવાંચ્છુ યુવાનો માટે નોકરી મેળવવાની તક; ૧૧મીએ મેગા જોબ ફેર યોજાશે

Mega Job Fair: રોજગારવાંચ્છુ યુવાનો માટે નોકરી મેળવવાની તક: ઉમેદવારો અને કંપનીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું

google news png

સુરત, 03 માર્ચ: સોમવારઃ Mega Job Fair: સુરત મદદનીશ નિયામક રોજગાર કચેરી, તાપી જિલ્લા રોજગાર કચેરી અને વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તેમજ એન.સી.એસ. સેન્ટર ફોર એસ.સી./એસ.ટી, સુરતના સહયોગથી તા.૧૧/૦૩/૨૦૨૫ના રોજ શ્રીમદ્દ રાજચંદ્ર ભવન, વીર નર્મદ દ. ગુજરાત યુનિવર્સિટી, ઉધના મગદલ્લા રોડ, વેસુ ખાતે મેગા જોબ ફેર યોજાશે.

રોજગારવાંચ્છુ યુવાનોએ ભરતી મેળામાં ભાગ લેવા માટે https://rb.gy/y34qzz અને કંપનીઓએ ભાગ લેવા માટે https://rb.gy/ce3iue પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

આ પણ વાંચો:- Gujarat’s No. 1 power company in the country: દેશની ટોચની પાંચ વીજ ઉત્પાદક સરકારી કંપનીઓમાંથી ચાર ગુજરાતની

ભાગ લેનાર તમામ ઉમેદવારોએ બાયોડેટાની નકલ સાથે ભરતી મેળામાં હાજર રહેવું, ભરતી મેળામાં હાજર રહેનાર કંપની અને તેની ખાલી પડેલી જગ્યાઓની વધુ વિગત માટે તા.૧૦મી માર્ચના રોજ રોજગાર કચેરી, સુરતના ફેસબુક પેઝ- MCCSURAT અને ટેલિગ્રામ ચેનલ- Employment Office,Surat પરથી જોઈ શકાશે એમ ઈ.ચા.મદદનીશ નિયામક (રોજગાર), સુરતની યાદીમાં જણાવાયુ છે.

BJ ADVT
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *