DRM honored 4 employees: રાજકોટ ડિવિઝન ના 4 કર્મચારીઓ ને શ્રેષ્ઠ કામગીરી બદલ ડીઆરએમ એ કર્યા સન્માનિત

રાજકોટ, 19 જુલાઈ: DRM honored 4 employees: રાજકોટ ડીવીઝનલ રેલ્વે મેનેજર અશ્વિનીકુમારે રાજકોટ ડીવીઝન માં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 4 કર્મચારીઓનું સન્માન કર્યું હતું. પી આર રાઠોડના રેલ મદદ ફરિયાદ સેલની ટીમનું સતત 24*7 કામ કરવા, ફરિયાદોનો ઝડપી નિકાલ કરવા અને મુસાફરોના પ્રતિસાદમાં ઉત્કૃષ્ટ અભિપ્રાય મેળવવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
વધુમાં માણિક રાજની એક્સિડન્ટ રિલીફ વ્હીકલની ટીમે વિવિધ ગેજેટ્સનું નિર્માણ કર્યું જેનાથી કાર્યની કાર્યક્ષમતામાં વધારો થયો. જીતેન્દ્ર કુમારની ટીમે સીઆરઓ (કેટલ રન ઓવર) ના કારણે જામનગરમાં વંદે ભારત ના લોકો (એંજિન) ના ડોમ કવરનું સમારકામ કર્યું હતું જે નાઇટ શિફ્ટ માં ટ્રેન ને મોડું કર્યા વિના સમારકામ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:- Canceled Train News: ભારે વરસાદને કારણે પોરબંદરથી દોડતી ટ્રેનોને થશે અસર
આ તમામ નોંધપાત્ર કાર્યો માટે, તમામ કર્મચારીઓને તેમના ઉત્તમ કાર્ય અને રેલ્વે સેવા પ્રત્યેના સમર્પણ માટે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજકોટ ડીવીઝન ના સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર અભિષેક કુમાર સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો