DRM Trophy-2025: રાજકોટ ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશ દ્વારા ‘DRM ટ્રોફી-2025’નું સફળતાપૂર્વક આયોજન
DRM Trophy-2025: રાજકોટ ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશ દ્વારા ‘DRM ટ્રોફી-2025’નું સફળતાપૂર્વક આયોજન: એન્જિનિયરિંગ ની ટીમ બની ચેમ્પિયન

રાજકોટ, 17 ફેબ્રુઆરી: DRM Trophy-2025: રાજકોટ ડિવિઝનલ સ્પોર્ટ્સ એસોસિએશન (RDSA) એ તાજેતરમાં ડિવિઝનમાં કાર્યરત રેલ્વે કર્મચારીઓ માટે રમતગમત પ્રવૃત્તિઓ માટે “DRM ટ્રોફી-2025” નું સફળતાપૂર્વક આયોજન કર્યું. આ અંતર્ગત, 24 ડિસેમ્બર, 2024 થી 16 ફેબ્રુઆરી, 2025 દરમિયાન રેલવે ના વિવિધ વિભાગોની ટીમો માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્રિકેટ, ફૂટબોલ, એથ્લેટિક્સ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, વોલીબોલ અને ચેસની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધાઓના પરિણામો પોઈન્ટ ટેબલ મુજબ રજૂ કરવામાં આવ્યા હતા અને દરેક રમતગમત સ્પર્ધામાં પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાન મેળવનારાઓને ટ્રોફી/મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. એન્જિનિયરિંગ અને ઓપરેટિંગ વિભાગની ટીમો વચ્ચે ફાઇનલ ક્રિકેટ મેચ રમાઈ હતી જેમાં એન્જિનિયરિંગ ટીમ વિજયી બની હતી અને “DRM ટ્રોફી-2025” ની ચેમ્પિયન બની હતી.
ઓપરેટિંગ વિભાગની ટીમ રનર અપ બની. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ રાજકોટના રેલ્વે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આયોજિત ઇનામ વિતરણ સમારોહમાં રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમાર દ્વારા વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ઉપરાંત, આ સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને સ્મૃતિચિહ્નો અને મેડલ આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ડીઆરએમ અશ્વિની કુમારે તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, રેલવે કર્મચારીઓએ પોતાની ફરજની સાથે રમતગમતમાં પણ રસ લેવો જોઈએ અને પોતાને સ્વસ્થ રાખવા જોઈએ. આ ટુર્નામેન્ટનું આયોજન રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમારના માર્ગદર્શન હેઠળ RDSA દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠનના પ્રમુખ રંજના સિંહ, ઉપપ્રમુખ મમતા ચૌબે, એડીઆરએમ કૌશલ કુમાર ચૌબે, વિવિધ વિભાગોના શાખા અધિકારીઓ, ટ્રેડ યુનિયનના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેલાડીઓ હાજર રહ્યા હતા.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો