rjt

Employees of Rajkot division honored: ડીઆરએમ દ્વારા રાજકોટ ડિવિઝનના 5 કર્મચારીઓનું સન્માન

Employees of Rajkot division honored: રેલવે સેફ્ટી માં ઉત્તમ કાર્ય બદલ ડીઆરએમ દ્વારા રાજકોટ ડિવિઝનના 5 કર્મચારીઓનું સન્માન

google news png

રાજકોટ, 05 મે: Employees of Rajkot division honored: રેલ સેફ્ટી માં ઉત્કૃષ્ટ કાર્ય બદલ, રાજકોટ ડિવિઝનના 5 કર્મચારીઓને આજે રાજકોટના ડીઆરએમ ઓફિસના કોન્ફરન્સ રૂમમાં રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમાર દ્વારા પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક, ઇલેક્ટ્રિકલ વિભાગ (ટ્રેક્શન) અને એન્જિનિયરિંગ વિભાગના કર્મચારીઓને જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2025 માં રેલવે સેફ્ટી માં ઉત્કૃષ્ટ કાર્ય બદલ આપવામાં આવ્યો છે.

એવોર્ડ મેળવનારા કર્મચારીઓમાં

  • શાંતિજી એમ (પોઇન્ટ્સમેન- પીપળી)
  • સુરેશ શર્મા (લોકો પાયલટ ગુડ્સ- સુરેન્દ્રનગર)
  • મનોજ પી ભાલારા (લોકો પાયલટ મેલ- રાજકોટ)
  • રાકેશ ચૌરસિયા (લોકો પાયલટ મેલ- રાજકોટ)
  • સોનુ કુમાર (ટ્રેક મેન્ટેનર ગેંગ નં.52- ખંભાળિયા) નો સમાવેશ થાય છે.
Employees of Rajkot division honored

ઉપરોક્ત રેલ્વે કર્મચારીઓએ ટ્રેન સંચાલન દરમિયાન ટ્રેનમાં અસામાન્યતાઓ જોવી, ટ્રેક પર અસામાન્ય આંચકા અનુભવવા, રેલ ફ્રેક્ચર જોવું વગેરે જેવા વિવિધ કાર્યો કર્યા. તેમની સતર્કતાને કારણે, સંભવિત અકસ્માતો ટળી ગયા.

આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર આર.સી. મીણા, સિનિયર ડિવિઝનલ ઓપરેટિંગ મેનેજર સુનિલ કુમાર ગુપ્તા, સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (પૂર્વ) નિખિલ શ્રીવાસ્તવ અને સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (ટ્રેક્શન) મીઠા લાલ મીણા હાજર રહ્યા હતા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો