train 10

Okha-bhagat ki kothi festival tain: ઓખા-ભગત કી કોઠી વચ્ચે દોડશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

Okha-bhagat ki kothi festival tain: ટિકિટોનું બુકિંગ 9 ઓક્ટોબરથી થશે શરૂ

રાજકોટ, 08 ઓકટોબર: Okha-bhagat ki kothi festival tain: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે ઓખા-ભગત કી કોઠી વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવશે. આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 04806/04805 ઓખા-ભગત કી કોઠી સ્પેશિયલ (સાપ્તાહિક) [12 ટ્રિપ્સ]

ટ્રેન નંબર 04806 ઓખા-ભગત કી કોઠી સ્પેશિયલ ઓખાથી દર રવિવારે 08.20 કલાકે ઉપડશે, રાજકોટ તે જ દિવસે 12.50 કલાકે પહોંચશે અને ભગત કી કોઠી બીજા દિવસે 03.00 કલાકે પહોંચશે. આ ટ્રેન 13 ઓક્ટોબર, 2024 થી 17 નવેમ્બર, 2024 સુધી ચાલશે.

આ પણ વાંચો:- Payment facility through QR code: રાજકોટ ડિવિઝન પર મુસાફરોને QR કોડ દ્વારા ચૂકવણી કરવાની મળી રહી છે સુવિધા

એ જ રીતે, ટ્રેન નંબર 04805 ભગત કી કોઠી–ઓખા સ્પેશિયલ ભગત કી કોઠીથી દર શનિવારે 10.30 કલાકે ઉપડશે, રાજકોટ તે જ દિવસે 23.00 કલાકે પહોંચશે અને ઓખા બીજા દિવસે 04.40 કલાકે પહોંચશે. આ ટ્રેન 12 ઓક્ટોબર 2024 થી 16 નવેમ્બર 2024 સુધી ચાલશે.

આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોડરાન, જાલોર, મોકલસર, સમદડી, દુંદાડા અને લુણી સ્ટેશને ઉભી રહેશે.

આ ટ્રેનમાં AC 2 ટાયર, AC 3 ટાયર, AC 3- ટાયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ ક્લાસ ના કોચ હશે.

BJ ADS



ટ્રેન નંબર 04806 નું બુકિંગ 9 ઓક્ટોબર, 2024 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો