train coach

Okha-Veraval Route change: ઓખા-વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

Okha-Veraval Route change: રાજકોટ ડિવિઝનમાં ચાલી રહેલા ડબલ ટ્રેકના કામને કારણે ઓખા-વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

google news png

રાજકોટ, ૨૨ જૂન: Okha-Veraval Route change: રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે 25 જૂનથી 27 જૂન, 2024 સુધી ઓખા-વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેનો વાયા જેતલસર-વાંસજાળીયા-કાનાલુસ થઇને ચાલશે.

ડાયવર્ટ કરેલા રૂટ પર ચાલવા વાળી ટ્રેનો નું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:

  • ટ્રેન નંબર 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ 25.06.2024, 26.06.2024 અને 27.06.2024ના રોજ ડાયવર્ટેડ રૂટ કાનાલુસ-વાંસજાળીયા-જેતલસર-વેરાવળ થઈને ચાલશે.
  • ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ 25.06.2024, 26.06.2024 અને 27.06.2024ના રોજ ડાયવર્ટેડ રૂટ વેરાવળ-જેતલસર-વાંસજાળીયા-કાનાલુસ થઈને ચાલશે.

આ પણ વાંચો:- International Yoga Day: રાજકોટ રેલવે ડિવિઝનમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી

રેલ્વે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનો ના પરિચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો