train 8

Rajkot-Barmer Train News: રાજકોટ-બાડમેર વચ્ચે દોડાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન

Rajkot-Barmer Train News: ટિકિટો નું બુકિંગ 15મી સપ્ટેમ્બર થી થશે શરૂ

google news png

રાજકોટ, 13 સપ્ટેમ્બર: Rajkot-Barmer Train News: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે રાજકોટ-બાડમેર વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવામાં આવશે. બાડમેર સ્ટેશન રાજસ્થાનમાં આવેલું છે. આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 04820/04819 રાજકોટ-બાડમેર સ્પેશિયલ [14-14 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 04820 રાજકોટ-બાડમેર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ 04.10.2024 થી 18.11.2024 સુધી રાજકોટ થી દર શુક્રવાર અને સોમવારે 01.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 15.00 કલાકે બાડમેર પહોંચશે.

ટ્રેન નંબર 04819 બાડમેર-રાજકોટ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ 03.10.2024 થી 17.11.2024 સુધી બાડમેર થી દર ગુરુવાર અને રવિવારે 09.45 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.00 કલાકે રાજકોટ પહોંચશે.

BJ ADS

આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ભીલડી, ધનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરણ, જાલોર, મોકલસર, સમદડી, બાલોત્રા અને બાયતુ સ્ટેશને ઉભી રહેશે.

આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સેકન્ડ સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

આ પણ વાંચો:- CM Bhupendra Patel report Card: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ

ટ્રેન નંબર 04820 નું બુકિંગ 15 સપ્ટેમ્બર, 2024 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન તરીકે દોડશે. સ્ટોપેજના સમય અને બંધારણ અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો