Rajkot-Bileswar railway crossing news: રાજકોટ-બિલેશ્વર રેલવે ફાટક 8 કલાક બંધ રહેશે; જાણો વિગત..
Rajkot-Bileswar railway crossing news: રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં આવેલા બે રેલવે ફાટક મેન્ટેનન્સની કામગીરી માટે 8 કલાક બંધ રહેશે

રાજકોટ, 2 મે: Rajkot-Bileswar railway crossing news: રાજકોટ ડીવીઝનના રાજકોટ-બિલેશ્વર સેકશનમાં આવેલ રેલવે ક્રોસીંગ નં. 120 (સોમનગર/રાજલક્ષ્મી ફાટક) અને રેલવે ક્રોસિંગ નં. 122 (દયાલ મિલ ફાટક) મેન્ટેનન્સ ની કામગીરી માટે 23 મે 2024 ના રોજ રાત્રે 22.00 વાગ્યાથી 24 મે 2024 ના રોજ સવારે 06.00 વાગ્યા સુધી એટલે કે કુલ 8 કલાક માટે બંધ રહેશે.
આ પણ વાંચો:- Jio 5G Smart phone: Jio લાવ્યું નવો 5G સ્માર્ટ ફોન, સસ્તી કિંમતે ઘણા ફિચર્સ મળશે- વાંચો વિગત
રોડ ઉપયોગકર્તાઓ આ સમયગાળા દરમિયાન જૂના મોરબી ફાટક પર બનાવેલ રોડ ઓવર બ્રિજ નં. 217A નો ઉપયોગ કરી શકે છે.
