Ganja tree

No Drugs in Bharuch Campaign: એસઓજીએ અંક્લેશ્વરમાંથી ગાંજાના છોડનું વાવેતર કરનાર આરોપીની ધરપકડ કરી

No Drugs in Bharuch Campaign: ધનાભાઈ જેરામભાઇ આહીરના ખેતરમાં વનસ્પતિજન્ય લીલા-સુકા ગાંજાના 52 છોડ મળી આવ્યા હતા

google news png

ભરુચ, 22 મેઃ No Drugs in Bharuch Campaign: ભરૂચ જીલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરૂધ્ધ કેસો કરવા આવ્યા.

પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાઓ દ્વારા “NO DRUGS IN BHARUCH CAMPAIGN” અંતર્ગત જીલ્લાના તમામ અધિકારીઓને સુચના અસરકારક કામગીરી માટે સૂચના આપી હતી. જે સુચના આધારે પો.ઇન્સ.એ.એ.ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો:- Jio 5G Smart phone: Jio લાવ્યું નવો 5G સ્માર્ટ ફોન, સસ્તી કિંમતે ઘણા ફિચર્સ મળશે- વાંચો વિગત –

એસ.ઓ.જી.ટીમ દ્વારા જીલ્લામાં પેટ્રોલીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ જે દરમ્યાન એ.એસ.આઇ.ગુલામ મહંમદ સરદારખાનને મળેલ ચોક્કસ બાતમી આધારે રેઇડ કરતા ધનાભાઈ જેરામભાઇ આહીરના ખેતરમાં વનસ્પતિજન્ય લીલા-સુકા ગાંજાના 52 છોડ મળી આવ્યા હતા જેનું કુલ વજન 39.650 કિ.ગ્રા. હતું. આ મુદ્દામાલ કબ્જે કરી આરોપી ધનાભાઇ જેરામભાઇ આહીર વિરૂધ્ધ અંકલેશ્વર શહેર “બી” ડીવી. પોલીસ સ્ટેશન માં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો