Rajkot-Junagadh Special Trains: રાજકોટ-જૂનાગઢ વચ્ચે દોડશે બે જોડી સ્પેશિયલ ટ્રેનો, જાણો…
Rajkot-Junagadh Special Trains: જૂનાગઢ માં પરિક્રમા મેળા દરમિયાન રાજકોટ-જૂનાગઢ વચ્ચે દોડશે બે જોડી સ્પેશિયલ ટ્રેનો
રાજકોટ, 22 નવેમ્બરઃ Rajkot-Junagadh Special Trains: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા જૂનાગઢમાં યોજાનાર “પરિક્રમા મેળા”ને ધ્યાનમાં રાખીને રાજકોટ અને જૂનાગઢ વચ્ચે બે જોડી “પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન” ચલાવવામાં આવશે. આ બંને ટ્રેનો 23 નવેમ્બરથી 27 નવેમ્બર દરમિયાન દોડશે. આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
- પ્રથમ રાજકોટ-જૂનાગઢ-રાજકોટ પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે 06.00 કલાકે ઉપડી જૂનાગઢ સવારે 8.30 કલાકે પહોંચશે. રિટર્ન માં આ ટ્રેન જૂનાગઢથી સવારે 09.50 કલાકે ઉપડશે અને બપોરે 12.30 કલાકે રાજકોટ પહોંચશે.
- બીજી રાજકોટ-જૂનાગઢ-રાજકોટ પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સાંજે 16.05 કલાકે ઉપડી જૂનાગઢ સાંજે 18.35 કલાકે પહોંચશે. રિટર્ન માં આ ટ્રેન જૂનાગઢથી સાંજે 19.30 કલાકે ઉપડશે અને રાત્રે 22.40 કલાકે રાજકોટ પહોંચશે.
ઉપરોક્ત ટ્રેનો બંને દિશામાં ભક્તિનગર, કોઠારિયા, રીબાડા, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર, ચોકી સોરઠ અને વડાલ સ્ટેશનો પર ઉભી રહેશે.
આ પણ વાંચો… Tourist Places in Gujarat: દિવાળીની રજાઓમાં ગુજરાતના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ ઉમટી પડ્યાં