Goods train supply cintaner

Records in freight transport: રાજકોટ રેલ્વે ડિવિઝને માલ પરિવહનમાં બનાવ્યો નવો રેકોર્ડ

Records in freight transport: માલ પરિવહનમાંથી અત્યાર સુધીની સૌથી વધુ આવક

google news png

રાજકોટ, 02 એપ્રિલ: Records in freight transport: પશ્ચિમ રેલ્વેનો રાજકોટ ડિવિઝન ભારતીય રેલ્વે માટે કમાણીની દ્રષ્ટિએ સતત નફાકારક સાબિત થઈ રહ્યો છે. રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમારે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વખતે પણ ડિવિઝને રેકોર્ડ આવક મેળવીને નવો રેકોર્ડ બનાવ્યો છે અને સર્વાંગી વિકાસની દિશામાં ધ્વજ લહેરાવ્યો છે.

રાજકોટ ડિવિઝને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન તેના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને ૨૪૫૩.૬૮ કરોડ રૂપિયાની રેકોર્ડ વાર્ષિક આવક મેળવી છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૨૭૬.૩૪ કરોડ રૂપિયાની વાર્ષિક આવક કરતાં ૮% એટલે કે ૧૭૭.૩૪ કરોડ રૂપિયા વધુ છે. આ ૨૪૫૩.૬૮ કરોડ રૂપિયાની નાણાકીય આવકમાં, માલ પરિવહન માં થી ૨૦૨૫.૨૮ કરોડ રૂપિયા, મુસાફરોની આવકમાંથી ૩૯૮.૧૦ કરોડ રૂપિયા, પાર્સલ સહિત અન્ય સ્ત્રોતોમાંથી ૩૦.૩૧ કરોડ રૂપિયાની આવક થઈ છે. વાર્ષિક આવકની દ્રષ્ટિએ, આ રાજકોટ ડિવિઝનની અત્યાર સુધીની સૌથી વધુ વાર્ષિક આવક છે.

BJ ADVT

રાજકોટ ડિવિઝનને ૨૦૨૪-૨૫માં માલ પરિવહન થી રૂ. ૨૦૨૫.૨૮ કરોડની આવક થઈ છે, જે ગયા વર્ષ ની રૂ. ૧૮૭૧.૧૨ કરોડ કરતાં ૮.૨૪% એટલે કે રૂ. ૧૫૪.૧૬ કરોડ વધુ છે. આ રાજકોટ ડિવિઝનને માલ પરિવહન માં થી પ્રાપ્ત થયેલ આ અત્યાર સુધીની સૌથી વધુ વાર્ષિક આવક છે. રાજકોટ રેલ્વે ડિવિઝને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૦.૮૧ મિલિયન મેટ્રિક ટન માલસામાન લોડ કર્યું છે, જેમાં મુખ્યત્વે પેટ્રોલિયમ ઉત્પાદનો, ઔદ્યોગિક મીઠું, કન્ટેનર, ખાતરો, કોલસો, એલપીજી, સોડા એશ, સિમેન્ટ, અનાજ વગેરેનો સમાવેશ થાય છે. રાજકોટ ડિવિઝનને ૨૦૨૪-૨૫માં મુસાફરોની આવકમાં રૂ. ૩૯૮.૧૦ કરોડની આવક પ્રાપ્ત થઈ છે, જે ગયા વર્ષના રૂ. ૩૭૪.૧૨ કરોડ હતી, જે ગયા વર્ષ કરતાં ૬.૫% વધુ એટલે કે રૂ. ૨૩.૯૮ કરોડ વધુ છે. આ રાજકોટ ડિવિઝનને અત્યાર સુધી મેળવેલી મુસાફરોની આવકમાંથી સૌથી વધુ વાર્ષિક આવક છે. આ વર્ષે રાજકોટ ડિવિઝનમાંથી લગભગ ૧.૧૧ કરોડ મુસાફરોએ મુસાફરી કરી છે.

રાજકોટ ડિવિઝનના અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાની મહેનત અને સમર્પણથી કામ કરીને ડિવિઝનને દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે અને નોંધપાત્ર આવક મેળવીને ભારતીય રેલ્વેના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો