Surat Station: સુરત સ્ટેશન પર નોન ઈન્ટરલોકિંગના કામને કારણે ટ્રેન આ પ્રભાવિત રહેશે
Surat Station: સુરત સ્ટેશન પર નોન ઈન્ટરલોકિંગના કામને કારણે ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસ અને અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત રહેશે

અમદાવાદ, 04 એપ્રિલ: Surat Station: પશ્ચિમ રેલવેના સુરત સ્ટેશન પર ચાલી રહેલા રિડેવલપમેન્ટના કામના સંબંધમાં નોન ઈન્ટરલોકિંગના કામને કારણે ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસ અને અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:-
આ પણ વાંચો:- Film lsd 2 Teaser Released: 14 વર્ષ પછી LSD 2 ફરી સિનેમાઘરોમાં જોવા મળશે, જુઓ રીલિઝ થયેલુ ફિલ્મનું ટીઝર
- 06 એપ્રિલ 2024ની ટ્રેન નંબર 20908 ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને વડોદરા-દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 7 એપ્રિલ 2024ની ટ્રેન નંબર 20907 દાદર-ભુજ્સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેન વડોદરા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ (પ્રારંભ) થશે અને દાદર-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 7 એપ્રિલ 2023ની ટ્રેન નંબર 82902 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે.
- 7 એપ્રિલ 2023ની ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે.
ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકેછે.