Congress PC

Congress Nyay Patra: લોકસભા ચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસે કર્યુ ‘ન્યાય પત્ર’ જાહેર, આપ્યા આ વાયદા અને ગેરેન્ટી- વાંચો વિગત

Congress Nyay Patra: કોંગ્રેસે ‘ભાગીદારી ન્યાય’ હેઠળ જાતિ ગણતરી હાથ ધરવા અને અનામતની 50 ટકા મર્યાદાને નાબૂદ કરવાની ‘ગેરંટી’ આપી છે

whatsapp banner

નવી દિલ્હી, 05 એપ્રિલઃ Congress Nyay Patra:લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. આ સમયે મલ્લિકાઅર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. તેમણે પાર્ટીએ ‘ન્યાય પત્ર’ નામ આપ્યું હતું. કોંગ્રેસના ‘ન્યાય પત્ર’માં ત્રણ શબ્દો વર્ક, વેલ્થ અને વેલ્ફેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે તેના વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ ત્રણ મુદ્દાઓ પર અમે ખાસ ધ્યાન આપવાના છીએ. તેમણે કહ્યું કે આજે દેશમાં રોજગારી, નોકરી સૌથી મોટા મુદ્દા છે.

કોંગ્રેસે ‘ભાગીદારી ન્યાય’ હેઠળ જાતિ ગણતરી હાથ ધરવા અને અનામતની 50 ટકા મર્યાદાને નાબૂદ કરવાની ‘ગેરંટી’ આપી છે. ‘કિસાન ન્યાય’ હેઠળ, લઘુત્તમ ટેકાના ભાવ (MSP), લોન માફી કમિશનની રચના અને GST-મુક્ત ખેતીને કાનૂની દરજ્જો આપવાનું વચન આપ્યું છે.

આ પણ વાંચો:- Film lsd 2 Teaser Released: 14 વર્ષ પછી LSD 2 ફરી સિનેમાઘરોમાં જોવા મળશે, જુઓ રીલિઝ થયેલુ ફિલ્મનું ટીઝર

‘શ્રમ ન્યાય’ હેઠળ શ્રમિકોને આરોગ્યનો અધિકાર આપવાનું, લઘુત્તમ વેતન રૂ. 400 પ્રતિદિન સુનિશ્ચિત કરવાનું અને શહેરી રોજગારની ખાતરી આપવાનું વચન આપ્યું છે. તેમજ ‘નારી ન્યાય’ હેઠળ ‘મહાલક્ષ્મી’ ગેરંટી હેઠળ ગરીબ પરિવારની મહિલાઓને પ્રતિ વર્ષ એક લાખ રૂપિયા આપવા સહિતના અનેક વચનો આપવામાં આવ્યા છે.

કોંગ્રેસના ન્યાય પત્રની મુખ્ય જાહેરાતો….
કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. તેમાં પાર્ટીએ ઘણી જાહેરાતો કરી છે.

  • જાતિઓ અને પેટા જાતિઓ અને તેમની સામાજિક-આર્થિક પરિસ્થિતિઓની ગણતરી કરવા માટે દેશવ્યાપી સામાજિક-આર્થિક અને જાતિ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. ડેટાના આધારે સકારાત્મક એક્શન એજન્ડાને મજબૂત બનાવવામાં આવશે
  • SC, ST અને OBC માટે અનામત મર્યાદા 50 ટકાની મર્યાદાને નાબૂદ કરાશે
  • આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામત કોઈપણ ભેદભાવ વિના તમામ જાતિઓ અને સમુદાયો માટે લાગુ કરવામાં આવશે
  • SC, ST અને OBC માટે આરક્ષિત જગ્યાઓની તમામ બેકલોગ ખાલી જગ્યાઓ પર એક વર્ષની અંદર ભરતી
  • કોંગ્રેસ સરકારી અને જાહેર ક્ષેત્રના સાહસોમાં નિયમિત નોકરીઓની કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરશે
  • ઘર બનાવવા, વ્યવસાય શરૂ કરવા અને મિલકત ખરીદવા માટે SC અને STને સંસ્થાકીય ધિરાણ આપવામાં આવશે
  • જમીન ટોચમર્યાદા અધિનિયમ હેઠળ ગરીબોને સરકારી જમીન અને ફાજલ જમીનના વિતરણ પર દેખરેખ રાખવા માટે એક ઓથોરિટીની સ્થાપના કરવામાં આવશે
  • SC અને ST સમુદાયોના કોન્ટ્રાક્ટરોને વધુ જાહેર કામના કોન્ટ્રાક્ટ આપવા માટે જાહેર પ્રાપ્તિ નીતિનો વ્યાપ વિસ્તારવામાં આવશે
  • ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ માટે OBC, SC અને ST વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની રકમ બમણી કરવામાં આવશે. એસસી અને એસટી વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા અને પીએચડી કરવા માટે મદદ કરવા માટે શિષ્યવૃત્તિની સંખ્યા બમણી કરવામાં આવશે
  • ગરીબ, SC અને ST વિદ્યાર્થીઓ માટે રેસિડેન્શિયલ સ્કૂલનું નેટવર્ક બનાવવામાં આવશે અને દરેક બ્લોક સુધી તેને વિસ્તારવામાં આવશે

કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટેના ઢંઢેરોમાં પાંચ ન્યાયનો સમાવેશ કર્યો છે. જેમાં યુવા ન્યાય, મહિલા ન્યાય, ખેડૂત ન્યાય, શ્રમ ન્યાય અને સમાન ન્યાયનો ઉલ્લેખ કરાયો છે. કોંગ્રેસ કહે છે કે અમે સાથે મળીને આ અન્યાયી સમયના અંધકારને દૂર કરીશું અને ભારતના લોકો માટે સમૃદ્ધ, ન્યાયથી ભરપૂર અને સુમેળભર્યા ભવિષ્યનો માર્ગ મોકળો કરીશું.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો