train 8

Udhna-Bhavnagar special train: ઉધના અને ભાવનગર ટર્મિનસ વચ્ચે સ્પેશલ ટ્રેન

Udhna-Bhavnagar special train: પશ્ચિમ રેલવે ઉધના અને ભાવનગર ટર્મિનસ વચ્ચે સ્પેશલ ટ્રેન ચલાવશે.

google news png

વડોદરા, 31 જુલાઈ: Udhna-Bhavnagar special train: પશ્ચિમ રેલવે દવારા મુસાફરોની સુવિધા માટે અને વધારાની સંખ્યામાં મુસાફરોને સમાવવા માટે ના ઉદેશ્ય થી ઉધના અને ભાવનગર ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર 09021/09022 ઉધના-ભાવનગર ટર્મિનસ (સાપ્તાહિક) સ્પેશલ (08 ફેરા)

ટ્રેન નંબર 09021 ઉધના – ભાવનગર ટર્મિનસ સ્પેશલ દર સોમવારે ઉધનાથી 22.05 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 05 ઓગસ્ટ થી 26 ઓગસ્ટ, 2024 સુધી ચાલશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 09022 ભાવનગર ટર્મિનસ – ઉધના સ્પેશલ દર મંગળવારે ભાવનગર ટર્મિનસથી 19.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.10 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન 06 ઓગસ્ટ થી 27 ઓગસ્ટ, 2024 સુધી ચાલશે.

આ પણ વાંચો:- Change in train terminal station: ઓખા-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ટ્રેન ના ટર્મિનલ સ્ટેશન માં ફેરફાર

આ ટ્રેન બંને દિશામાં ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીગ્રામ, સરખેજ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, સોનગઢ, સિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ ના સામાન્ય કોચ હશે.

Rakhi Sale 2024 ads

ટ્રેન નંબર 09021 અને 09022 માટે બુકિંગ 02 ઓગસ્ટ, 2024 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરુ થશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો