vadodara DRM award

Vadodara Division DRM Award: વડોદરા ડિવિઝનના 32 રેલવે કર્મચારીઓને મળ્યો DRM એવોર્ડ.

Vadodara Division DRM Award: રેલવે કર્મચારીઓને ફરજ દરમિયાન તેમની સતર્કતા અને તકેદારીના કારણે અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં તેમના યોગદાન બદલ પ્રમાણપત્રો અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

google news png


રાજકોટ, 03 જૂન: Vadodara Division DRM Award: પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર જિતેન્દ્ર સિંહે ડિવિઝનના 32 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન સંચાલનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા. આ રેલવે કર્મચારીઓને ફરજ દરમિયાન તેમની સતર્કતા અને તકેદારીના કારણે અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં તેમના યોગદાન બદલ પ્રમાણપત્રો અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Vadodara Division DRM Award

વડોદરા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સંરક્ષા અધિકારી ધર્મેન્દ્ર કુમાર પ્રજાપતિએ જણાવ્યું હતું કે અલ્પેશ રામા, ખલાસી, મહેન્દ્ર ફતેસિંહ, ટ્રેકમેન-II, બબલુ કુમાર, ટ્રેકમેન-IV, દિલીપ કુમાર, ટ્રેકમેન-IV, સંજયકુમાર મીઠાઈલાલ, સિનિયર ટેકનિશિયન, કાંતિલાલ વિઠ્ઠલ સાબલે, એમ.એફ.સી.બ્લેક સ્મિથ , સંજીત કુમાર,ગેટકીપર, બલરામ પ્રસાદ ગુપ્તા, એસ.એસ.ઈ./ कै&वै , જયકરણ કુમાર, એસ.એસ.ઈ./ कै&वै , યોગેશ ચંદ્ર શર્મા, સ્ટેશન માસ્તર, અજય શર્મા, સ્ટેશન માસ્તર, મનોજ ઝા, સ્ટેશન અધિક્ષક, ધનંજય પ્રસાદ, સ્ટેશન અધિક્ષક, સંજીવ કુમાર યાદવ, ટ્રેન મેનેજર (ગુડ્સ ટ્રેન), નિરંજન શ્રીવાસ્તવ, ટ્રાફિક નિરીક્ષક, બિનય કુમાર ઝા, સ્ટેશન અધિક્ષક, અફઝલ અલી સૈયદ, શંટીંગ માસ્ટર, ધીરુ એમ. વાઘેલા, પોઇન્ટ્સમેન, કિરીટ બી., પોઇન્ટ્સમેન, જીતેન્દ્ર કુમાર, સ્ટેશન માસ્ટર, નરેન્દ્ર સિંઘલ, પોઈન્ટ્સમેન, કિરણ કુમાર, આસિસ્ટન્ટ (ટીઆરડી), જયસિંહ મીણા, એસઆઈપીએફ, હિતેશ ગૌતમ, એએસઆઈ, જગદીશ ભાભોર, હેડ કોન્સ્ટેબલ, પંકજ ચૌધરી, કોન્સ્ટેબલ રામહેત મીના, સિનિયર ટેકનિશિયન, મુકેશ કુમાર મીના, લોકો પાયલોટ (ગુડ્સ ટ્રેન), એસ. સી. પ્રજાપતિ, ચીફ લોકો ઈન્સ્પેક્ટર, ગોવિંદ એચ., લોકો પાઈલટ (શન્ટર), રણજીત સિંહ, લોકો પાઈલટ (ગુડ્સ ટ્રેન), સત્ય પ્રકાશ ગુપ્તા, આસિસ્ટન્ટ લોકો પાઈલટને મેરીટ પ્રમાણપત્ર અને મેડલથી સન્માનિત કર્યા હતાં.તમામ સન્માનિત કર્મચારીઓએ રેલ્વે સંરક્ષામાં કોઈ ખામી જણાતાં તરત જ યોગ્ય પગલાં લઈને અણધારી ઘટના અને સંભવિત નુકસાનથી બચાવ્યા છે.

આ પણ વાંચો:- Katra Express Reschedule: હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રીશેડ્યુલ

ડિવિઝનલ રેલવે મેનેજર જિતેન્દ્ર સિંહે આ સતર્ક સુરક્ષા રેલ પ્રહરીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સિંહે જણાવ્યું હતું કે યાત્રીઓની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેલવે કર્મચારીઓ તેમની ફરજ દરમિયાન સતર્કતા અને તકેદારી સાથે કામ કરે છે, ત્યારે તે અમને સુરક્ષિત ટ્રેનમાં વર્કિંગમાં મદદ મળે છે. અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો