VDR Cleanliness Campaign: વડોદરા ડિવિઝન પર ‘સ્વાતંત્ર્ય દિવસ સમારોહ – 2025’ અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો શુભારંભ
VDR Cleanliness Campaign: અભિયાનનો પ્રારંભ વડોદરા ડિવિઝનલ રેલવે મેનેજર રાજુ ભડકે એ તમામ રેલ કર્મચારીઓ અને અધિકારીઓને શપથ લેવડાવીને કર્યો
વડોદરા, 01 ઓગસ્ટ: VDR Cleanliness Campaign: પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ‘સ્વાતંત્ર્ય દિવસ સમારોહ-2025’ ના ઉપલક્ષ્યમાં તારીખ 1 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ, 2025 સુધી એક વિશેષ ‘સ્વચ્છતા અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પખવાડિયા દરમિયાન, ડિવિઝનના વિવિધ સ્ટેશનો, રેલવે કોલોનીઓ અને કચેરીઓમાં સ્વચ્છતા જાગૃતિ અને વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવશે. અભિયાનનો પ્રારંભ વડોદરા ડિવિઝનલ રેલવે મેનેજર રાજુ ભડકે એ તમામ રેલ કર્મચારીઓ અને અધિકારીઓને સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહેવાની શપથ લેવડાવીને કર્યો.
આ પણ વાંચો:- Okha-Bandra Special Train: ઓખા-બાંદ્રા વચ્ચે ચલાવાશે સ્પેશિયલ ટ્રેન
ભડકે એ રેલ કર્મચારીઓને દર વર્ષે 100 કલાક એટલે કે દર અઠવાડિયે 2 કલાક શ્રમદાન કરવા અને અન્ય લોકોને પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા આહ્વાન કર્યું, જેથી સમગ્ર દેશને સ્વચ્છ બનાવવામાં મદદ મળી શકે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ડિવિઝન વિસ્તારમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવાનો છે, જેમાં ખાસ કરીને રેલવે ટ્રેક અને તેની આસપાસના વિસ્તારોમાંથી કચરો હટાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.