72 th Forest Festival: ૭૨ મા વન મહોત્સવ માટે સામાજિક વનીકરણ વિભાગે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના ૧૩૧ રોપ ઉછેર કેન્દ્રોમાં લાખોની સંખ્યામાં ઉછેર્યા રોપા
72 th Forest Festival: ૧૦૦ થી વધુ રોપાઓ ઉછેરનારને વન વિભાગ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે
અમદાવાદ, ૨૬ જુલાઈ: 72 th Forest Festival: ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વૃક્ષને દેવ સમાન માનવામાં આવે છે. વૃક્ષ દેવને ભજવાની ભાવનાથી લોક સંસ્કૃત્તિમાં વૃક્ષને દેવ સમાનગણી પૂજામાં સ્થાન આપવામાં આવ્યું છે. સમગ્ર માનવ જાતિનું કલ્યાણ, વન અને વન્યજીવ સાથે સંકળાયેલું છે. પર્યાવરણના મૂલ્ય માટે જ નહિ પણ સંસ્કૃતિના વિકાસ માટે પણ વન અનિવાર્ય છે.
72 th Forest Festival: પ્રવર્તમાન સમયે વાતાવરણીય પરિસ્થિતિમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણની સમતુલા જાળવી શકાય છે, અને તે ભગીરથ કાર્ય છે. વધુ વૃક્ષો વાવવાનું આ કાર્ય અને તે કાર્ય માટે લોકજાગૃત્તિ લાવવી જરૂરી છે. આ જનજાગૃત્તિ દ્વારા લોકભાગીદારીની વિચારધારા લાવીને ગામડે ગામડે લોકાભિમુખ કાર્યક્રમો કરી વધુમાં વધુ વૃક્ષો ઉછેરવાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું આવશ્યક છે.
72 th Forest Festival: રાષ્ટ્રીય વન નીતિ મુજબ કુલ ભૌગોલિક વિસ્તારનો ૩૩ ટકા વિસ્તાર વૃક્ષાચ્છાદિત હોવો જોઇએ. સામાજિક વનીકરણ વિભાગ, વડોદરામાં સમાવિષ્ટ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાનો કુલ ભૌગોલિક વિસ્તાર ૭,૭૬૪ ચો કિમી છે. આથી ૩૩ ટકા વિસ્તારને વૃક્ષાચ્છાદિત કરવા માટે વન વિસ્તાર સિવાયના મહેસૂલી વિસ્તારને વૃક્ષાચ્છાદિત કરવાનો પણ એક વિકલ્પ ઉપલબ્ધ છે.
દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો
72 th Forest Festival: કુલ જમીન વિસ્તારના ૩૩ ટકા વિસ્તારમાં વન હોવું જોઈએ એવી આદર્શ સ્થિતિ સુધી પહોંચવા વન વિભાગ દ્વારા પ્રગતિશીલ ખેડુતો, સરકારી સંસ્થાઓ, બિન સરકારી સંસ્થાઓ, ધાર્મિક તથા વૃક્ષપ્રેમી સંગઠનો, ગ્રામ પંચાયતો, સહકારી સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, શૈક્ષણિક સંસ્થાઓનો સંપર્ક કરી વધુ વૃક્ષ વાવેતર માટે પ્રેરણા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત વન વિભાગ દ્વારા રોપાઓનો ઉછેર, રોપાઓ પૂરા પાડવા અને કઇ રીતે માવજત કરવી તે અંગે સઘન કાર્યો કરવામાં આવે છે.
72 th Forest Festival: ઉલ્લેખનીય છે કે, વન વિસ્તાર સિવાયના વિસ્તારમાં ઘનિષ્ઠ વનીકરણ અર્થે અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે લોકોમાં વૃક્ષોનું મહત્વ વધારવા માટે સામાજિક વનીકરણ વિભાગ, વડોદરા દ્વારા વન મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિભાગમાં સમાવિષ્ટ જિલ્લાના ૧૩૧ સ્થળોએ રોપ ઉછેર કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. વિભાગ હેઠળના અંતરિયાળ ગામડાઓમાં વૃક્ષ વાવેતરને પ્રોત્સાહન આપવા, ત્યાંના રહીશોને સરળતાથી વિવિધ ઉપયોગી જાતોના રોપઓ મળી રહે તે માટે પ્રયત્નો શરૂ છે.
72 th Forest Festival: ૭૨ મા વન મહોત્સવ નિમિત્તે સામાજિક વનીકરણ વિભાગ, વડોદરા દ્વારા ખાતાકીય રોપાઓ ઉછેર કેન્દ્રોમાં વડોદરા જિલ્લામાં ૯.૦૯ લાખ અને છોટાઉદેપુર જિલ્લામાં ૧૫.૬૭ લાખ રોપાઓ મળી કુલ ૨૪.૭૬ લાખ રોપાઓ જુદી-જુદી સાઇઝની પોલીથીન બેગમાં ઉછેરવામાં આવ્યા છે. એટલું જ નહિ વિકેન્દ્રિત નર્સરી, ખાસ અંગભૂત કિસાન નર્સરી તેમજ એસ.એચ.જી.-એસ.સી. ગૃપ નર્સરીઓ, મનરેગા યોજના અને તુલસી રોપાઓના ઉછેર અંતર્ગત વડોદરા જિલ્લામાં ૧૫.૬૫ લાખ અને છોટાઉદેપુર જિલ્લામાં ૧૧.૦૫ લાખ રોપાઓ મળી કુલ ૨૬.૭૦ લાખ રોપાઓ ઉછેરવામાં આવ્યા છે. આમ, ૭૨મા વન મહોત્સવની ઉજવણી નિમિત્તે રોપ ઉછેર કેન્દ્રોમાં કુલ ૫૧.૪૬ લાખ રોપાઓ ઉપલબ્ધ છે.લોકો અને સંસ્થાઓ પોતાને જરૂર હોય એટલા રોપા મેળવી વૃક્ષ ઉછેરમાં જોડાય એ ઇચ્છનીય છે.
વન વિભાગ દ્વારા પ્રકાશિત માહિતી પુસ્તિકા રસપ્રદ હોય છે. આ પુસ્તિકામાં દરેક રોપ ઉછેર કેન્દ્રોમાં ઉછેરવામાં આવેલા રોપાઓની સંખ્યા અને જાતવાર માહિતી તેમજ રોપ વિતરણના પ્રવર્તમાન દર, તાલુકા કક્ષાના પરિક્ષેત્ર વન કચેરીના સરનામા, રોપ ઉછેર કેન્દ્રોની સ્થળવાર માહિતી વગેરે જાણકારી આપવામાં આવે છે. આ પુસ્તિકાઓ નાગરિકોને તેમજ વિવિધ સંસ્થાઓ સુધીઆ પુસ્તિકાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.
૭૨મા વન મહોત્સવ દરમિયાન રોપાઓનું મફત વિતરણ કરવામાં આવે છે. પોલીથીન બેગમાં આર્યુવેદિક, ફુલછોડ અને વેલાઓ સહિત વિવિધ પ્રકારના તથા સ્થાનિક રીતે મળી આવતા વૃક્ષની જાતોના રોપાઓ ઉછેરવામાં આવ્યા છે. કોઇપણ વ્યક્તિ-સંસ્થાને પોતાના ઉપયોગ માટે જોઇએ તેટલા રોપાઓ મફતમાં આપવામાં આવશે. ૧૦૦ થી વધુ રોપાઓ ઉછેરનારને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. વાવેતર પછી તેની જાળવણી માટે સામાજિક વનીકરણના યથાયોગ્ય વાવેતર મોડલ હેઠળ તેનો સમાવેશ કરવામાં આવશે જેથી અસરકારક વૃક્ષ ઉછેર સુનિશ્ચિત કરી શકાય.
દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો
આ ઉપરાંત વિવિધ પ્રકારના રોપાઓનું આર્થિક રીતે વિતરણ કરવામાં આવશે. વાંસનું રાઇઝોમ, સાગના સ્ટેમ્પ, ટીસ્યુકલ્ચર સાગના રોપાઓ, ક્લોનલ નીલગીરી, મલબાર લીમડો, ચંદનના રોપઓ, કલમી રોપાઓ સહિતના ખાસ જાત કે ખાસ પ્રકારના રોપાઓનું પણ સામાન્ય રકમ ચૂકવીને વિતરણ કરવામાં આવશે. વિવિધ રોપાઓ મેળવી તેના વાવેતર, જતન અને ઉછેર કરવા માટે સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજાએ અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો: NDRF Resque Maharastra: મહારાષ્ટ્રના ગ્રામ વિકાસ મંત્રી એ બચાવની જીવન રક્ષક કામગીરીને બિરદાવી