NDRF resque maharastra 1

NDRF Resque Maharastra: મહારાષ્ટ્રના ગ્રામ વિકાસ મંત્રી એ બચાવની જીવન રક્ષક કામગીરીને બિરદાવી

NDRF Resque Maharastra: વડોદરા હેડ ક્વાર્ટરની ચાર ટીમો છેલ્લા 3 દિવસથી મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જીવન રક્ષામાં વ્યસ્ત છે

મુંબઈ, ૨૬ જુલાઈ: NDRF Resque Maharastra: વડોદરા નજીક જરોદ સ્થિત રાષ્ટ્રીય આપદા પ્રબંધન દળ ( NDRF) ના જવાનોની ચાર ટીમો છેલ્લા ત્રણ દિવસથી મહારાષ્ટ્રના કોલ્હાપુર- સાંગલી રસ્તા પરના અને પૂરથી વિખૂટા પડેલા ગામોના લોકોને ઉગારવા માટે અવિરત પરિશ્રમ કરી રહી છે.

આજે સવારથી બપોર સુધીમાં આ જવાનોએ રૂકડી ગામના એક લકવાપીડીત, એક વૃદ્ધ મહિલા અને એક શ્વાન સહિત શિરોલી ગામના 189 પુરુષો, 106 મહિલાઓ અને 21 બાળકો સહિત 313 લોકોને ઘૂઘવતા પાણીમાંથી બોટની મદદથી ઉગારીને સલામત સ્થળે ખસેડયા હતા.

આ પણ વાંચો: Training camp: વડોદરા જિલ્લા પંચાયતની આર્યુવેદ શાખા દ્વારા શહેર જિલ્લાની આશા – એએનએમ બહેનો માટે તાલીમ શિબિરનો પ્રારંભ

બટાલિયનના નાયબ સેનાપતિ અનુપમે જણાવ્યું હતું કે, શીરોલી નજીક ભરાયેલા પાણી ને લીધે હાઇવે પર વાહન વ્યવહાર અટકી ગયો હતો જે આજે પાણી ઉતરતા ચાલુ થયો છે. મહારાષ્ટ્રના ગ્રામ વિકાસ મંત્રીએ આજે આ સ્થળની મુલાકાત લઇને કુશળ અને તાલીમબદ્ધ જવાનો દ્વારા થઈ રહેલી બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જવાનોની નિષ્ઠાને બિરદાવીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહી ક્લિક કરો

દેશ કી આવાજ ની તમામ ખબરો તમારા ફેસબુક પર મેળવવા માટે લાઈક તથા ફોલો કરો.