45 lakhs lost in Mehsana Kabutarbaji case: મહેસાણાના એક યુવકે અમેરિકા જવાની લ્હાય માં 45 લાખ ગુમાવ્યા
45 lakhs lost in Mehsana Kabutarbaji case: પૈસા પરત પણ માંગ્યા પણ મળ્યા માત્ર 5 લાખ. અને બાકીના 45 લાખ પરત નહિ આપતા દિનેશ પટેલે મહેસાણાના લાંઘણજ પોલીસ મથકે આ બંને કબૂતર બાજો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
મહેસાણા, 06 જાન્યુઆરી: 45 lakhs lost in Mehsana Kabutarbaji case; બે નંબરમાં અમેરિકા જવાની લ્હાયમાં અત્યાર સુધી ઘણા લોકો કબૂતર બાજોની ચપેટમાં આવી ગયેલા છે. અને લાખો – કરોડો રૂપિયા પણ ગુમાવવા પડ્યા છે. પરંતુ તોયે આવા અમેરિકા જવાની લાલચમાં આવીને છેતરામણી કરતા લોકો અટકતા નથી અને છેતરાવા તૈયાર લોકો પણ એમને મળી જાય છે. આવુ જ કંઇક બન્યું છે.
મહેસાણાના એક ગામમાં કે જ્યાં એક યુવકને રૂપિયા 50 લાખમાં અમેરિકા જવાનું નક્કી થયું અને પૈસા પણ આપી દીધા. અને ના જવા મળ્યું અમેરિકા કે ના મળ્યા રૂપિયા પરત. મહેસાણા ના લીંચ ગામે રતન ગઢ પરા માં રહેતા આ છે 50 વર્ષીય પટેલ દિનેશકુમાર કાશીરામ શંકરદાસ . કે જેમના પુત્ર ને અમેરિકા જવાની ઈચ્છા પૂરી કરવા ગમે તેમ કરીને રૂપિયા 50 લાખ ભેગા કર્યા. અને અમદાવાદના બે શકશો એ તેમને વિશ્વાસ અપાવતા બંને ને રૂપિયા 50 લાખ આપી પણ દીધા.
અમદાવાદના સોલા રોડ પર આવેલા ગૌરવ બંગલોઝ માં રહેતા પટેલ જીનલ રાજેન્દ્રભાઈ અને વસ્ત્રાલ ના શિવસુખ નગરમાં રહેતા કલ્પેશ વ્યાસે ફરિયાદી પટેલ દિનેશભાઈ ને વિશ્વાસ આપ્યો હતો કે તેઓ ગમે તેમ કરીને તેમના પુત્ર સુનીલ ને અમેરિકામાં ઘુસાડી દેશે. પણ દિનેશ પટેલના પુત્ર ને અમેરિકા જવાનું સપનું કદાચ સપનું જ રહી જશે એ એમને નહોતી ખબર. અમેરિકા જવા સુનિલને અહીંથી રવાના પણ કરવાંમાં આવ્યો. પણ દુબઈ માં ગોંધી રાખી તેને માર મરાયો.
પુત્ર એ તેના પિતાનો સંપર્ક કરતા ગમે તેમ કરી ને સુનિલને પરત ઘરે બોલાવી દેવાયો. દિવસો વીતતા ગયા. 26 જૂન 2021 થી અમેરિકા જવાનો મેળ પડ્યો કે ના રૂપિયા પરત મળ્યા. દિનેશ પટેલને છેતરામણી નો અહેસાસ થતા પૈસા પરત પણ માંગ્યા પણ મળ્યા માત્ર 5 લાખ. અને બાકીના 45 લાખ પરત નહિ આપતા દિનેશ પટેલે મહેસાણાના લાંઘણજ પોલીસ મથકે આ બંને કબૂતર બાજો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. દિનેશ પટેલ ને બે પુત્રો છે . અને આજના જમાનામાં ભણેલા છોકરાઓ ને પણ નોકરી મળવી મુશ્કેલ હોઈ તેમના એક પુત્ર ને અમેરિકા મોકલવાનું નક્કી કર્યું. તેઓ સ્વીકારે છે કે બેરોજગારી ને કારણે પોતાના એક પુત્ર ને તેઓએ બે નંબર માં ગેરકાયદેસર અમેરિકા મોકલ્યો હતો. અને એના કારણે જ તેમને ફસાવવા નો વારો આવ્યો છે.
આ પણ વાંચો:–Sheru Pathan message the students: શેરુ પઠાણ નામ બદલીને શાળામાં ડાન્સ શીખવતો, વિદ્યાર્થિનીઓને કરતો હતો મેસેજ
બંને એજન્ટો એ રૂપિયા 50 લાખમાં વાયા કેનેડા થઈ અમેરિકા મોકલવાનું કહ્યું હતું. પરંતુ તેમના પુત્ર ને દુબઈ પહોચાડી ને જ રોકી લેવાયો. અને સુનીલ ને પોતે ફસાઈ ગયા અને છેતરાયા હોવાનો અહેસાસ થતા પિતાને જાણ કરી હતી. પિતાને જાણ કરતા દુબઈમાં ત્રણ થી ચાર મહિના વિઝા વગર રહેવાનો ફાઈન પણ ભરવો પડ્યો અને પરત ભારત આવી જવું પડ્યું. આ સમગ્ર મામલે મહેસાણાના લાંઘણજ પોલીસ મથકે આરોપી એજન્ટ જીનલ પટેલ અને કલ્પેશ વ્યાસ વિરૂદ્ધ ફરિયાદના આધારે પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
અત્યાર સુધી કેટલાય યુવાનો અમેરિકા ગેરકાયદેસર જવાની લ્યાહમાં લાખો કરોડો રૂપિયા માં છેતરાઈ ગયા હોવાના કિસ્સા બની ચૂક્યા છે. અને હજુ પણ આવા કિસ્સાઓ બની રહ્યા છે. છતાં લોકો જલ્દી રૂપિયા રળી લેવા અમે અમેરિકા જવાની લ્હાયમાં અહી જ 50 લાખમાં વેપાર ધંધો કરવાની જગ્યા એ અમેરિકા જવા અને એ પણ ગેરકાયદેસર રીતે લાખો કરોડો રૂપિયા ખર્ચી દેતા હોય છે. જેનાથી ચેતવા પોલીસ પણ અપીલ કરી રહી છે. (સોર્સ: ન્યુજ રીચ)
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો