sheru pathan

Sheru Pathan message the students: શેરુ પઠાણ નામ બદલીને શાળામાં ડાન્સ શીખવતો, વિદ્યાર્થિનીઓને કરતો હતો મેસેજ

Sheru Pathan message the students: શેરુ પઠાણ સ્કૂલમાં ભણતી સાત-આઠ વિદ્યાર્થિનીઓને સોશિયલ મીડિયા પર વાંધાજનક મેસેજ મોકલ્યા હતા

વડોદરા, 06 જાન્યુઆરી: Sheru Pathan message the students: વડોદરાની એક શાળામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં શેરુ પઠાણ નામનો યુવક પોતાનું નામ બદલીને શાળામાં પ્રવેશ્યો હતો અને એહીં સ્કૂલમાં કોરીયાગ્રાફી શીખવતો હતો. ત્યારે આ સમગ્ર મામલે બજરંગદળને જાણ થતા આ મામલો વધુ પ્રકાશમાં આવ્યો હતો. એટલું જ નહીં આ યુવક ધોરણ 7 અને ધોરણ 8ની વિદ્યાર્થિનીઓને નિશાન બનાવતો હતો. ઈન્સ્ટાગ્રામ પર મેસેજ પણ મોકલતો હતો. 

વડોદરા શહેરના તરસાલી વિસ્તારની અંદર આવેલી એક સ્કૂલમાં ડાન્સ શીખવતા યુવકે સ્કૂલમાં ભણતી સાત-આઠ વિદ્યાર્થિનીઓને સોશિયલ મીડિયા પર વાંધાજનક મેસેજ મોકલ્યા હતા. જેથી સમગ્ર મામલો ગરમાયો હતો જે બાદ બજરંગ દળે કોરિયોગ્રાફરને માફી માંગવાની ફરજ પાડી હતી.

વિગતો મુજબ, તરસાલી વિસ્તારની એક શાળાએ શાળાના શિક્ષકના સંદર્ભમાં શેરુ પઠાણ તરીકે ઓળખાણ આપનાર કોરિયોગ્રાફરને થોડા દિવસો માટે વાર્ષિક કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ડાન્સ શીખવવા માટે રાખ્યો હતો.

મળતી વિગતો અનુસાર શેરુ પઠાણ નામનો વિધર્મી યુવક માત્ર હિન્દુ યુવતીઓને જ આવા મેસેજ મોકલતો હતો જ્યારે આ સમાચાર બજરંગ દળ સુધી પહોંચ્યા ત્યારે આ યુવકના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કરતા  ધોરણ 7 અને ધોરણ 8માં ભણતી છોકરીઓને નિશાન બનાવતો હોવાનું પણ સામે આવ્યું હતું. જ્યારે તેનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો ત્યારે આ વિગતો સામે આવી હતી.

જોકે, વિદ્યાર્થિનીઓની ફરિયાદના આધારે બજરંગ દળે સમગ્ર મામલે તપાસ કરી હતી. ત્યાર બાદ માફી પણ મંગાવવામાં આવી હતી. આ ઉપરાંત બજરંગદળનો આક્ષેપ છે કે, અગાઉ પણ આ જ પ્રકારે માંજલપુરમાં પણ તેની ફરીયાદ સામે આવી હતી. તેમ આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: Diksha diwas: પ્રમુખસ્વામી નગરમાં આજે દીક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી…

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો