AAP Cyber Complaint: આમ આદમી પાર્ટીની લીગલ સેલે સાઇબર ક્રાઈમ માં કરી ફરિયાદ
AAP Cyber Complaint: આમ આદમી પાર્ટીને બદમનામ કરવાના ઇરાદે સોસિયલ મીડિયામાં “નમાજ પઢશે ગુજરાત” પોસ્ટ કરતા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી છે
અમદાવાદ, ૧૩ જુલાઈ: AAP Cyber Complaint: ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ધર્મના નામે એકહથ્થું શાસન ચલાવી રહી ભારતીય જનતા પાર્ટી સત્તામાં ટકી રહેવા હવાતિયાં મારી રહી છે. આમ આદમી પાર્ટીને બદમનામ કરવાના ઇરાદે સોસિયલ મીડિયામાં “નમાજ પઢશે ગુજરાત” પોસ્ટ કરતા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી છે.
AAP Cyber Complaint: આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રમુખ પ્રણવભાઈ ઠક્કર ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી ધર્મના નામે લોકોને ગુમરાહ કરી રહી છે. આ સરકાર કોઈ દિવસ સારું આરોગ્ય, શિક્ષણની વાત કરતી નથી. આમ આદમી પાર્ટીને ધર્મનું લેબલ લગાવી લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો
આમ આદમી પાર્ટી જે રીતે લોકોના કામ કરી કામની રાજનીતિ કરી રહી છે. તેનાથી સત્તાધીશ પાર્ટીમાં ડર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આગામી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જે રીતે કામ કરી રહી છે તેનાથી તેની જીત નક્કી છે.
સાઇબર ક્રાઈમમાં ફરિયાદ કરતી વખતે આપ ના લીગલ સેલના પ્રમુખ પ્રણવભાઈ ઠક્કર, પુનિતભાઈ જુનેજા, હિતેશભાઈ શાહ, જ્યેન્દ્ર અભવેકર, રોશન પરમાર સહિત વકીલો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: Beautification Of The Lake: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ઝોલાપુરના ગામ-તળાવનું બ્યૂટીફિકેશન કરાશે
