Ambaji bal kumarika pujan: અંબાજી માં બાલ કુમારીકા પુજનને લઈ એક નવી વૈદિક પરંપરાનો પ્રારંભ
Ambaji bal kumarika pujan: અંબાજીના અજય માતા મંદિર ખાતે પંચ દશનામ અખાડા ના સંતો અને મંહતો દ્વારા આ કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું
એહવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૨ ફેબ્રુઆરી: Ambaji bal kumarika pujan: શક્તિપીઠ અંબાજી માં બાલ કુમારીકા પુજનને (Ambaji bal kumarika pujan) લઈ એક નવી વૈદિક પરંપરાનો પ્રારંભ થયો છે યાત્રાધામ અંબાજી ખાતે સૌ પ્રથમ વખત સાધુ- મહંતો દ્વારા કરવામાં કુમારીકા પુજનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. અંબાજીના અજય માતા મંદિર ખાતે પંચ દશનામ અખાડા ના સંતો અને મંહતો દ્વારા આ કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું હતું.
અંબાજી ખાતે સૌપ્રથમ વખત ત્રણ કન્યા સાથે બે બટુકો ની પુજનવીધી એકનવી પરંપરા ની શરૂઆત કરવામાં આવી છે સનાતન ધર્મમાં પોષમાસની અમાવસ્યા ના રોજ બાલિકાઓને માં ભગવતી માંની તેની પૂજા કરવામાં આવેછે ને સમગ્ર સંસાર ને વિશ્ર્વ કલ્યાણ અર્થે આ પુજા કરવામાંવી છે તે હવે આવનારા સમય માં પણ પરંપરા જળવાઈ રહે તેવા પ્રયાસ સાધુ સંતો દ્વારા કરવામાં આવશે.
આજે આમ જો કે આ કાર્યક્રમ કાશી વારાણસી થી આવેલા સંતો દ્વારા આ કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું હતું તેમજ બાલીકાઓ ને ખુશ કરવા માટે તેમને ભેટ પૂજા પણ આપવામાં આવી હતી જોકે માનવામાં આવે છે સનાતન ધર્મ બાલિકાઓને વિશેષ મહત્વ આપવામાં આવેલ હોવાથી આ એક પરંપરાની શરૂઆત કરવામાં આવી છે સાથે અંબાજીમાં બ્રહ્મભોજન ને પણ આયોજન કરવામાં આવ્યું હતું.

