india west indies odi series in ahmedabad

india west indies odi series in ahmedabad: અમદાવાદમાં ભારત-વિન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણી પ્રેક્ષકો વિના ખાલી સ્ટેડિયમમાં રમાશે

india west indies odi series in ahmedabad: તારીખ ૬ ફેબ્રુઆરીએ શ્રેણીની પ્રથમ વન ડે રમાશે, જે ભારતીય વન ડે ઈતિહાસની ૧,૦૦૦મી વન ડે મેચ બની રહેશે

સ્પોર્ટ્સ ડેસ્ક, 02 ફેબ્રુઆરીઃ india west indies odi series in ahmedabad: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત અને વિન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણી પ્રેક્ષકો વિનાના ખાલી સ્ટેડિયમમાં રમાશે. તારીખ ૬ ફેબ્રુઆરીએ શ્રેણીની પ્રથમ વન ડે રમાશે. જે ભારતીય વન ડે ઈતિહાસની ૧,૦૦૦મી વન ડે મેચ બની રહેશે. આ સાથે ભારત ૧,૦૦૦ વન ડે રમનારો વિશ્વનો સૌપ્રથમ દેશ બનશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશને હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં વન ડે મેચો ખાલી સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય લીધો હતો.

જ્યારે અમદાવાદમાં તારીખ ૬, ૯ અને ૧૧ ફેબ્રુઆરીએ વન ડે શ્રેણી રમાશે. જ્યારે તારીખ ૧૬, ૧૮ અને ૨૦ ફેબ્રુઆરીએ ટી-૨૦ શ્રેણીનું આયોજન થશે. જે કોલકાતામાં રમાશે. બંગાળની સરકારે કોલકાતામાં રમાનારી ટી-૨૦માં સ્ટેડિયમ ક્ષમતાના ૭૫ ટકા પ્રેક્ષકોને પ્રવેશ આપવાની છુટ આપી છે. બંગાળ સરકારના નિર્ણયને પરિણામે ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં આશરે ૫૦,૦૦૦ પ્રેક્ષકોને મેચમાં પ્રવેશ મળે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ Finance Minister’s reply to Rahul Gandhi: નાણા મંત્રીએ રાહુલ ગાંધીને આડા હાથે લીધા, કહ્યું- કોંગ્રેસ પર દયા આવે છે કે તેમની પાસે રાહુલ ગાંધી જેવા નેતા છે

ગુજરાત ક્રિકેટ એસોસિએશને તેના ટ્વિટર હેન્ડલ પર જાહેરાત કરી કે, અમે વિન્ડિઝના ભારત પ્રવાસની વન ડે શ્રેણીના આયોજન માટે તૈયાર છીએ. ભારત અને વિન્ડિઝ વચ્ચે તારીખ ૬ ફેબ્રુઆરીએ રમાનારી વન ડે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સીમાચિહ્નરૃપ બની રહેશે, કારણ કે તે ભારતની ૧,૦૦૦ મી વન ડે મેચ હશે. ભારત આ સિદ્ધિ મેળવનારી વિશ્વની સૌપ્રથમ ટીમ બનશે.

અન્ય એક ટ્વીટમાં બંધ સ્ટેડિયમમાં વન ડે શ્રેણી રમાડવાની જાહેરાત કરતાં જણાવવામાં આવ્યું હતુ કે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં, અમદાવાદમાં રમાનારી ભારત-વિન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણીની મેચો બંધ સ્ટેડિયમમાં પ્રેક્ષકો વિના જ રમાશે. ભારતીય ક્રિકેટરોનું અમદાવાદ આગમન શરૃ થઈ ગયું છે. જ્યારે વિન્ડિઝની ટીમ પણ એકાદ દિવસમાં અમદાવાદ આવી પહોંચશે તે નક્કી છે. ઈંગ્લેન્ડ સામેની શ્રેણી પૂર્ણ કર્યા બાદ વિન્ડિઝના ક્રિકેટરો ભારત પ્રવાસ માટે રવાના થઈ ચૂક્યા છે.

Gujarati banner 01