Ambaji grampanchayat tax notice: અંબાજીમાં વેરો નિયમિત ન ભરતા ગ્રામપંચાયત ની હાલત કફોડી બની
Ambaji grampanchayat tax notice: દિન 10 માં વેરા ની ભરપાઈ ન કરે તો પંચાયત દ્વારા અપાતી સગવડો પણ રોકવાની ચીમકી
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 24 ફેબ્રુઆરી: Ambaji grampanchayat tax notice: યાત્રાધામ અંબાજી માં સ્થાનિક લોકો ગ્રામપંચાયત નો વેરો નિયમિત ન ભરતા ગ્રામપંચાયત ની હાલત કફોડી બની છે જેને લઇ કર્મચારીઓ ના વેતન પણ અટકાતા હોય છે અંબાજી ગ્રામપંચાયત ને સ્થાનિક લોકો પાસે થી રૂપિયા 9 કરોડ જેટલી વેરા ની વસુલાત બાકી નીકળે છે જોકે હાલ માં ગ્રામપંચાયત દ્વારા વેરા વસુલાત ન થતા તાલુકા પંચાયતે પણ અંબાજી ગ્રામપંચાયત સામે લાલ આંખ કરી કડક વેરા વસુલી કરવા આદેસ કર્યા છે

અંબાજી ગ્રામપંચાયત પોતાની વેરા વસુલી માં નિષ્ક્રિયતા છતી ન થાય તે માટે 73 જેટલા મોટા વેરા બાકીદારો ને નોટીસ ફટકારવામાં આવી છે અને દિન 10 માં વેરા ની ભરપાઈ ન કરે તો પંચાયત દ્વારા અપાતી સગવડો પણ રોકવાની ચીમકી જે. ડી રાવલ (સેક્રેટરી,અંબાજી ગ્રામપંચાયત)અંબાજી દ્વારા આપવામાં આવી છે
જોકે અંબાજી ગ્રામપંચાયત રાજ્ય ની સૌથી મોટી ગ્રામપંચાયત માનવામાં આવે છે ત્યારે રૂપિયા 8. 75 કરોડ ની વેરા વસુલી કેમ અને કયા કારણો સર બાકી રાખી તે એક ચર્ચા નો વિષય બન્યો છે જો ગ્રામપંચાયતે સમય મર્યાદા માં વેરો ન ભરનાર લોકો સામે શરૂઆતી કાર્યવાહી કરવામાં આવી હોત તો અંબાજી નો વિકાસ વધુ સારો થઇ શક્યો હોત.