Gangubai kathiawadi controversy

HC Judgment on Gangubai kathiawadi: ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ને લઇ હોબાળા બાદ નિર્માતાને રાહત, બોમ્બે હાઇકોર્ટે આપ્યો આ ચુકાદો- વાંચો વિગત

HC Judgment on Gangubai kathiawadi: મુંબઈના કમાઠીપુરાના લોકોએ પણ ફિલ્મમાં કમાઠીપુરાના નામનો ઉપયોગ કરવા અને તેને ખોટી રીતે રજૂ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે

બોલિવુડ ડેસ્ક, 24 ફેબ્રુઆરીઃ HC Judgment on Gangubai kathiawadi: બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ટ્રેલર રિલીઝ થયા બાદથી જ વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મને લઈને રોજેરોજ હોબાળો થાય છે. ક્યારેક ફિલ્મનું નામ બદલવાની વાત થાય છે તો ક્યારેક તેની સ્ટોરી પર સવાલો ઉઠાવવામાં આવે છે.આ મામલો બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જેના પર ચુકાદો  આવ્યો છે, જે ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી માટે રાહતની વાત છે. વિવાદનું બીજું નામ બની ગયેલા ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે દાખલ કરવામાં આવેલી બે અરજીઓને બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી છે.

ફિલ્મમાં આલિયાનું પાત્ર ગંગુબાઈની વાર્તા પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ તેના પર વિવાદ શરૂ થયો હતો. તે જ સમયે, અગાઉ વાસ્તવિક ગંગુબાઈના પરિવારે આ ફિલ્મ સામે અવાજ ઉઠાવ્યો હતો. આ સાથે મુંબઈના કમાઠીપુરાના લોકોએ પણ ફિલ્મમાં કમાઠીપુરાના નામનો ઉપયોગ કરવા અને તેને ખોટી રીતે રજૂ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે.

આ પણ વાંચોઃ Benefits for SC ST Category Students: શિક્ષણમંત્રીએ SC- ST કેટેગરીના વિદ્યાર્થીઓને માટે કરી મોટી જાહેરાત, વાંચો લાભ વિશે

કમાઠીપુરના લોકોનું કહેવું છે કે આ ફિલ્મમાં કમાઠીપુરના 200 વર્ષ જૂના ઈતિહાસને વિકૃત બતાવવામાં આવી રહ્યો છે. આ પહેલીવાર નથી કે જ્યારે સંજય લીલા ભણસાલીની ફિલ્મને લઈને વિવાદ શરૂ થયો હોય. આ પહેલા પણ દીપિકા પાદુકોણ અને રણવીરસિંહ ની ફિલ્મ પદ્માવતને લઈને હોબાળો થયો હતો. જે બાદ ફિલ્મનું નામ બદલવામાં આવ્યું હતું. આ સાથે ફિલ્મના ગીતો પર પણ ભારે હોબાળો થયો હતો.

સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા મળી રહી છે. ફિલ્મનું ટ્રેલર દર્શકોના દિલ જીતી ચૂક્યું છે. બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ આ ફિલ્મે ખૂબ ધૂમ મચાવી હતી. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

Gujarati banner 01