ambaji cricket 2 1

Ambaji Honest night Cricket Tournament: યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલી ઓનેસ્ટ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની પુર્ણાહુતી કરવામાં આવી છે

Ambaji Honest night Cricket Tournament: યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા 25 દિવસ થી ચાલી રહેલી ઓનેસ્ટ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની પુર્ણાહુતી કરવામાં આવી છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 13 મે:
Ambaji Honest night Cricket Tournament: અંબાજી માં GMDC મેદાન ઉપર ચાલી રહેલી આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં જિલ્લા ભર માંથી 64 જેટલી ક્રિકેટ ટિમો એ ભાગ લીધો હતો જેમાં શિવ કૈલાશ મૂર્તિ ટિમ અને GISF ની ટિમ ફાઇનલ માં પહોંચતા 12 ઓવર ની ફાઇનલ ક્રિકેટ મેચ રમાઈ હતી જેમાં GISF ની ટિમ 106 રન કરી ઓલ આઉટ થયા હતા તેની સામે શિવ કૈલાસ ની ટીમે 107 રન ફટકારી 6 વિકેટે ફાઇનલ મેચ જીતી ચેમ્પિયન બની ટ્રોફી જીતી હતી.

અંબાજી ખાતે યોજાયેલી આ ઓનેસ્ટ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભાગ લીધેલી 64 ટિમો ના Man of the Match તેમજ રનર્સ મેચ ના ખિલાડીઓ ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી જોકે આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં દરેક ટીમે રૂપિયા 5 હજાર આપી ટુર્નામેન્ટ માં એન્ટ્રી મેળવવાની હતી પણ સ્થાનિક અને જિલ્લા ના ખેલાડીઓ માં પડેલી સુસપ્ત શક્તિ બહાર આવે ને તેમનું ટેલેન્ટ રાજ્ય સહીત દેશ ભર માં ઝળકે તે માટે આખી ટુર્નામેન્ટ નો ખર્ચ અંબાજી ના બિલ્ડર હેમંત ભાઈ દવે એ પોતના સિરે લઈ ભાગ લીધેલી 64 ટિમો ની એન્ટ્રી નિઃશુલ્ક કરાવી હતી.

Ambaji cricket

એટલું જ નહીં આજનો યુવા સહીત બાળ ખેલાડી મોબાઈલ ની દુનિયા માંથી બહાર આવી આવી જીવંત રમતો માં ભાગ લઈ પોતાનું ભવિષ્ય ને ટેલેન્ટ ઉજ્વળ કરે તેવી આશા રાખવામાં આવી હતી.

આ સાથે ટુર્નામેન્ટ ના આયોજકો દ્વારા અંબાજી પોલીસ, મામલતદાર કચેરી , UGVCL ટિમ, 108 એમ્બ્યુલન્સ ટિમ, GMDC ટિમ, અને પત્રકારો સહીત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા આવનાર દર્શકો નો પણ આભાર માનવામાં આવ્યો હતો.

આ પણ વાંચોShilpa announces break from all social media: સોશિયલ મીડિયા પરથી શિલ્પા શેટ્ટીએ લીધો બ્રેક, કહ્યું- હવે હું કંટાળી ગઇ છું- વાંચો સંપૂર્ણ વિગત

Gujarati banner 01