Biparjoy Cyclone Update: સુરત જીલ્લામાં ૧૧, ૧૨ અને ૧૩ છુટા છવાયા સ્થળોએ વરસાદની સંભાવના

Biparjoy Cyclone Update: ચક્રવાતનું સતત મોનીટરીંગ IMD, રાજ્ય સરકાર તેમજ જીલ્લા વહિવટી તંત્રો દ્વારા થઈ રહેલ છે

સુરત, 08 જૂનઃ Biparjoy Cyclone Update: IMD ની 08 જૂન ના રોજ સવારે 11-45 કલાકની આગાહી મુજબ હાલ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં ચક્રવાતી પવન “Biparjoy” નું સર્જન થયેલ છે. જે ઉત્તર દીશામાં ૭ કી.મી.ની ઝડપે છેલ્લા ૬ કલાકથી વધી રહ્યુ છે. જેનું લોકેશન પોરબંદરથી દક્ષિણ/દક્ષિણપૂર્વમાં ૯૪૦ કી.મી.ના અંતરે છે. જે આગામી ૨૪ કલાકમાં ઉત્તર દિશામાં અને આગામી ૩ દિવસમાં ઉત્તર અને ઉત્તર-પશ્વિમ દિશામાં ગતી કરી શકે છે.

આ ચક્રવાતનું સતત મોનીટરીંગ IMD, રાજ્ય સરકાર તેમજ જીલ્લા વહિવટી તંત્રો દ્વારા થઈ રહેલ છે. તેમજ દર ૨ કલાકે હવામાન વિષયક(પવન, વરસાદ,દરીયા કાંઠાના વિસ્તારો તેમજ માછીમારો વિષયક) અદ્યતન સૂચના IMD દ્વારાઆપવામાં આવી રહેલ છે.

પવન વિષયક ચેતવણી:-

૭ થી ૧૦ જૂન માટે ગુજરાતના દરીયા કાંઠા માટે હાલમાં પવન વિષયક કોઈ ચેતવણી નથી જયારે તા ૧૧ અને ૧૨ માટે ગુજરાતના દરીયા કાંઠે ૩૫ થી ૫૫ કી.મી./કલાક ની ગતીથી પવન ફૂંકાય શકે છે. (અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ૬૦-૯૦ ની ગતીના પવનથી ઝાડની ડાળીઓ પડી જવી કે કાચા મકાનને નુકશાન જેવી ઘટના બની શકે છે.)

ગુજરાતના દરિયાઈ કાંઠે પરિસ્થિતિ:-

તા ૭ થી ૧૦ માટે ગુજરાતના દરીયા કાંઠા માટે હાલમાં કોઈ ચેતવણી નથી જયારે તા ૧૧ અને ૧૨ માટે ગુજરાતનો દરીયા કાંઠો રફ અથવા ઘણો રફ બની શકે છે.

માછીમારો માટે ચેતવણી:-

માછીમારોને અરબી સમુદ્રમાં અમુક નિયત વિસ્તારોમાં તા ૭ જુનથી ૧૪ જુન સુધી ન જવા સલાહ આપવામાં આવે છે. તેમજ અરબી સમુદ્રમાં ગયેલ માછીમારોને કાંઠે પરત ફરવા સલાહ આપવામાં આવેલ છે.

વરસાદ:-

સુરત જીલ્લા માટે તા ૭ અને ૮ માટે વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. જ્યારે તા ૧૧, ૧૨ અને ૧૩ માટે છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

સુરત જીલ્લા વહિવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલા:-

સુરત જીલ્લામાં કલેકટર કચેરીનું જીલ્લા આપત્તી વ્યવસ્થાપન કેન્દ્ર,કંટ્રોલ

રૂમ:-૦૨૬૧-૨૬૬૩૨૦૦ સુરત મહાનગરપાલિકાનો ફાયર કંટ્રોલ રૂમ:-૦૨૬૧ ૨૪૧૪૧૯૫

તેમજ પોલિસ વિભાગ, કંટ્રોલ રૂમ:-૦૨૬૧-૨૪૭૩૬૫ કાર્યરત હોય છે. તેમજ દર વર્ષે ૧ જુન થી ૩૦ નવેમ્બર સુધી દરેક લાઈન ડિપાર્ટમેન્ટ જેમ કે સિંચાઈ વિભાગ, કંટ્રોલરૂમ:-૦૨૬૧-૨૬૬૯૭૦૧, કંટ્રોલરૂમ:-૦૨૬૧- ડી.જી.વી.સી.એલ.,કંટ્રોલ રૂમ:-૦ર૬૧- ૨૫૦૬૧૦૨, ટોરેન્ટ વિભાગ,કંટ્રોલરૂમ:-૦૨૬૧-૨૪૧૩૦૧૪-૭, બી.એસ.એન.એલ., જીલ્લા પંચાયત કંટ્રોલ રૂમ:-૦૨૬૧-૨૪૨૮૨૦૫, તમામ મામલતદાર કચેરી વગેરેના કંટ્રોલરૂમ ૨૪૭ કાર્યરત હોય છે.

હાલની પરિસ્થિતીમાં પોર્ટ વિભાગ દ્વારા હજીરા, મગદલ્લા વગેરે બંદરો માટે સાવચેતીના પગલા લેવામાં આવેલ છે. મત્સય વિભાગ દ્વારા માછીમારો માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે. જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડુતો જોગ જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે.

સુરત જીલ્લામાં દરીયા કાંઠે આવેલ ત્રણ તાલુકા ઓલપાડ(28), ચોર્યાસી (8) અને મજુરા (6) ના 42 ગામો માટે મામલતદાર અને ટીડીઓ કચેરીઓ દ્વારા આકસ્મિક સંજોગો માટે આશ્રયસ્થાન, ચેતવણી એનાઉન્સ માટેનું વ્યવસ્થાતંત્ર ગોઠવેલ છે.
તેમજ આગામી આગાહીને ધ્યાને લઈ જરૂરીયાત મુજબ પોલીસ વિભાગ દ્વારા બીચ બંધ કરાવવામાં આવશે

આ પણ વાંચો… Vadodara division employees honored: વડોદરા મંડળના 10 કર્મચારીઓને સન્માનિત કરાયા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો