Chharanagar police repression case: IPS અશોક યાદવ-સ્વેતા માળી સહિત પાંચની સામે મેટ્રો કોર્ટે કર્યા સમન્સ જારી
Chharanagar police repression case: ફરિયાદી આતિષ ઇન્દ્રેકરે કરી હતી ફરિયાદ, 28મી જાન્યુઆરીએ વધુ સુનાવણી
અમદાવાદ, ૨૨ ડિસેમ્બર: Chharanagar police repression case: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા છારાનગરમાં વર્ષ 2018 માં પાંચ સો જેટલા પોલીસો એ નિર્દોષ લોકોને ઘર માંથી બહાર કાઢી માર મારી વાહનોની તોડફોડ કરવાના ચકચારી કેસમાં આજે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી.એચ.કાપડીયાએ સેક્ટર 2ના જે.સી.પી.અશોક યાદવ,ઝોન 4 ડી.સી.પી.સ્વેતા માળી અને પી.આઈ. રાધે વિરાની સહિત પાંચ પોલીસ અધિકારીઓની સામે ફરિયાદ નોંધી સમન્સ જારી કરવાનો હુકમ કર્યો છે.
બનાવની હકીકત એવી છે કે, ગઈ તા.26/7/2018 ના દિવસે પી.એસ આઈ. ડી.કે .મોરીએ એવું કંટ્રોલ મેસેજ કર્યો હતો કે છારાનગરમાં દારૂની રેડ કરતા લોકોએ માર માર્યો છે. આ મામલે સેક્ટર 2 અશોક યાદવે પોતાના તાબાના પોલીસ મથકના પોલીસ કર્મીઓને લોકોને ફટકારવાનો ખુલ્લો દોર આપ્યો હતો. જેમાં કેટલાક પોલીસ કર્મીઓ દારૂ પીધેલી હાલતમાં હતા. આ પોલીસ અધિકારીઓએ પોતાની સત્તા બહાર જઈ નિર્દોષ લોકોને ઘરમાંથી બહાર કાઢી માર માર્યા હતા.
ઘરની બહાર વાહનો પાર્ક કરેલાની તોડ ફોડ કરી 29 લોકોની ધરપકડ પણ કરી હતી. આ બનાવ વખતે ફરિયાદી આતિષ ઇન્દ્રેકરને પોલીસે ખોટી રીતે માર મારી વાહનોની તોડફોડ કરી હતી. તેમને મેટ્રો કોર્ટમાં સેક્ટર 2ના જે.સી.પી.અશોક યાદવ, ડી.સી.પી. સ્વેતા માળી,પી.આઈ. રાધે વિરાની, પી.એસ. આઈ. ડી.કે.મોરી, જે.જી.ધીલ્લોન સામે ખાનગી ફરિયાદ કરી હતી.
ફરિયાદ તરફે એડવોકેટ જ્યેન્દ્ર અભવેકર હાજર રહ્યા હતા. તેમને એવી રજુયાત કરી હતી કે, પોલીસ અધિકારીઓ પોતાની સત્તા બહાર નો કૃત્ય કર્યો છે. જેથી તમામ પોલીસોની સામે ફરિયાદ નોંધી સમન્સ જારી કરવા માંગ કરી હતી. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટએ ફરિયાદ નોંધી સમન્સ જારી કર્યા છે. આ મામલે 28મી જાન્યુઆરી એ વધુ સુનાવણી હાથ ધરાશે.

