Chintan Shibir EktaNagar: મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓએ વોલ્વો બસમાં સામૂહિક પ્રવાસ રુપે પ્રસ્થાન કર્યું
Chintan Shibir EktaNagar: ૧૦ મી ચિંતન શિબિર આજથી ત્રણ દિવસ માટે એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર માં શરૂ થઈ રહી છે
અમદાવાદ, 19 મેઃ Chintan Shibir EktaNagar: ચિંતન શિબિર માટે એકતા નગર પહોંચવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓએ એસ ટી ની વોલ્વો બસ માં સામૂહિક પ્રવાસ રૂપે પ્રસ્થાન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ રાજ્યના પ્રશાસનિક તંત્ર ને જન સેવા માટે વધુ લોકાભિમુખ બનાવવાના અભિનવ વિચાર સાથે તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ૨૦૦૩ થી શરુ કરેલી ચિંતન શિબિરની આ ૧૦ મી ચિંતન શિબિર આજથી ત્રણ દિવસ માટે એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર માં શરૂ થઈ રહી છે.
આ શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સૌ મંત્રીઓ તેમજ મુખ્ય સચિવ રાજકુમાર અને રાજ્ય સરકાર ના વરિષ્ઠ સચિવો તથા જિલ્લાઓ ના કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ સૌ કોઈ પોતાના સરકારી વાહન ને બદલે એસ ટી ની વોલ્વો બસમાં સહપ્રવાસી બનીને ગાંધીનગર તેમજ અલગ અલગ સ્થળોએ થી રવાના થયા હતા.
ગાંધીનગરથી મંત્રી મંડળ નિવાસ સંકુલ ના કોમ્યુનિટી સેન્ટર ખાતે થી મુખ્યમંત્રી અને મંત્રીઓ માટે એક વોલ્વો ઉપરાંત મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ સચિવો માટે ૪ વોલ્વો, ઉત્તર ગુજરાત ના જિલ્લાઓના અધિકારીઓ માટે અમદાવાદ સર્કિટ હાઉસ થી તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓના અધિકારીઓ માટે વડોદરાથી, દક્ષિણ ગુજરાત માટે સુરત થી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ માટે રાજકોટ થી એમ સમગ્રતયા ૯ વોલ્વો બસ મારફતે ૨૧૮ જેટલા લોકો બપોરે એકતા નગર પહોંચશે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો
