449da319 545f 44e0 bd20 1e5330dd1a90

Collision between ships: ઓખા નજીક અરબી સમુદ્રમાં બે મોટા જહાજો વચ્ચે થઇ ટક્કર- વાંચો વિગત

Collision between ships: 26 નવેમ્બરની રાત્રે 9:30 કલાક આસપાસ બન્ને જહાજ વચ્ચે અકસ્માત સર્જાયો હતો

અહેવાલઃ જગત રાવલ

દ્વારકા, 27 નવેમ્બરઃ Collision between ships: ઓખા નજીક આવેલા અરબી સમુદ્ર ખાતે બે મોટા જહાજો વચ્ચે ટક્કર થવાનું જાણવા મળ્યું છે. MV .AVIATOR અને MV.ATLANTIC GRACE નામના બન્ને જહાજો વચ્ચે સમુદ્રમાં મજધારે આ અકસ્માતની ઘટના બની છે.

મળેલી માહિતી અનુસાર, 26 નવેમ્બરની રાત્રે 9:30 કલાક આસપાસ બન્ને જહાજ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે આ ઘટનામાં કોઇ ઇજા થઇ છે કે નહીં તેના વિશે કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી. પરંતુ MV ATLANTIC GRACE જહાજ માં 21 ભારતીય કૃમેમ્બર સવાર થઇ રહ્યા હતા જ્યારે MV.AVIATOR જહાજમાં 22 ફિલિપાઈન્સ કૃ મેમ્બર સવારી કરી રહ્યાં હતા.

Advertisement

નોંધનીય છે કે , આ અકસ્માત વિશે જાણકારી મળતા જ ભારતીય કોટસ્ટગાર્ડ એલર્ટ થઇ ગયા હતા, આ બે જહાજોના ટક્કરના કારણે સમુદ્રમાં તેલ પ્રસરતા દરિયાઈ પ્રદુષણ અટકાવવા ભારતીય કોટસ્ટગાર્ડએ નિરીક્ષણ હાથ ધર્યું હતું.

આ પણ વાંચોઃ PM Covid 19 Meet: કોરોનાના નવા પ્રકાર પર ઇમરજન્સી બેઠક, અધિકારીઓ સાથે PM મોદીએ વાત કરી, રસીકરણ અંગે પણ કરી ચર્ચા

Whatsapp Join Banner Guj

Advertisement