Cruel murder on surat: સુરતના રાંદેરમાં પતિની ક્રુર હેવાનિયત! પત્નીને HIV પોઝિટીવ લોહીનું ઇન્જેક્શન આપ્યું…
Cruel murder on surat: શંકાશીલ પતિએ પોતાની જ પત્નીને HIV પોઝિટિવ યુવકનું લોહીનું ઇંજેકેશન મારી દીધું
અમદાવાદ, 26 ડિસેમ્બર: Cruel murder on surat: સુરતના રાંદેર વિસ્તારમાં પતિની હેવાનિયત અને ક્રૂરતાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક શંકાશીલ પતિ આટલી હદે જઇ શકે તેવું વિચારી પણ ન શકાય તેવી ઘટના સામે આવી છે. શંકાશીલ પતિએ પોતાની જ પત્નીને HIV પોઝિટિવ યુવકનું લોહીનું ઇંજેકેશન મારી દીધું હતું. ચરિત્ર પર શંકા રાખીને પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારવા માટે HIV પોઝિટીવ લોહીવાળું ઇન્જેકશન માર્યું હોવાનું સામે આવતાં ચકચાર મચી છે.
આ મામલે રાંદેર પોલીસે પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં બનેલી આ ઘટના ખૂબ જ વિચિત્ર છે. પોતાની પત્ની પર શંકા રાખનારા પતિએ તેને એચઆઇવી પોઝિટિવ યુવકનું લોહીનું ઇન્જેક્શન આપ્યું હતું. પતિ તેની પત્નીને મોતને ઘાટ ઉતારવા માંગતો હતો, જેના લીધે તેણે આવું કર્યું હોવાનું સામે આવ્યું છે.
ચરિત્ર પર શંકા રાખીને મોતને ઘાટ ઉતારવા માટે HIV પોઝિટીવ લોહીવાળું ઇન્જેકશન મારતાં પત્નીની તબિયત લથડી હતી. મહિલા બેભાન થઇ જતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ભાનમાં આવ્યા બાદ પત્નીએ કબુલાત કરી હતી કે, તેના પતિએ HIV પોઝિટીવ લોહીવાળું ઇન્જેકશન માર્યું હતું. પોલીસે ઈન્જેકશનનું પૂછતાં પતિએ પોતાની હેવાનિયતની વાત કહેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ મામલે રાંદેર પોલીસે પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Killer cold in gujarat: ગુજરાતમાં કાતિલ ઠંડી, નલિયામાં સૌથી ઓછું 4.2 ડિગ્રી તાપમાન…

