Blood donation camp

Danta blood donation camp: દાંતા તાલુકાના મોટાસડા હાઈસ્કૂલ ખાતે રક્તદાન શીબીર નું આયોજન કરવામાં આવ્યું

Danta blood donation camp: ગામના યુવાનો ના સહકારથી ૭૦ જેટલી બોટલ રક્ત દાન મળેલ છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૨ જાન્યુઆરીઃ
Danta blood donation camp: જયશ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય મોટાસડા ખાતે એન એસ એસ યુનિટ દ્વારા બનાસ મેડિકલ રક્ત બ્લડ કેમ્પ ના સહયોગ થી આજ રોજ શાળાના આચાર્ય ડી.ટી. રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફીસર પંકજ ભાઈ પટેલ સાહેબ , અજીતસિંહ ગેહલોત સાહેબ તથા વીરભદ્રસિંહ પરમાર(યુવા પ્રમુખ બીજેપી) ની આગેવાની હેઠળ રક્ત દાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

આજે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ એટલે યુવાહિત હોવાથી આ શિબિરમાં ગામના યુવાનોએ અને શાળાના સ્ટાફ મિત્રોએ રસ પૂર્વક ભાગ લીધો હતો. જેમાં ગામના યુવાનો ના સહકારથી ૭૦ જેટલી બોટલ રક્ત દાન મળેલ છે

Danta blood donation camp

શાળાના આચાર્ય અને સ્ટાફ મિત્રોએ રક્તદાન નો મહત્વનો સંદેશો યુવાનો અને સમાજ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલો હતો. શાળાના આચાર્યએ અને સ્ટાફ મિત્રોએ તમામ રક્તદાતાઓનો આભાર માન્યો હતો.

આ પણ વાંચોMoU between GNFC and GLPC in Gandhinagar: ગુજરાતની ગ્રામીણ નારીશક્તિને સ્વરોજગારથી આર્થિક આધાર આપવા ગાંધીનગરમાં MoU

Whatsapp Join Banner Guj