danta sarpanch form

Danta Candidate form: દાંતા તાલુકા મા છેલ્લા સુધીમાં કુલ 1273 ઉમેદવારી ફોર્મ ભરાયા

Danta Candidate form: દાંતા તાલુકા મા છેલ્લા સુધીમાં સરપંચના કુલ 312 અને વોર્ડ મેમ્બર ના કુલ 961 આમ કુલ 1273 ઉમેદવારી ફોર્મ ભરાયા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૪ ડિસેમ્બરઃ
Danta Candidate form: દાંતા તાલુકામાં 48 ગ્રામ પંચાયતોમાં 19 ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પંચાયત ની ચૂંટણી ને લઇ આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દ્વસ હતો પણ આજે છેલ્લા દિવસે દાંતા તાલુકા અને દાંતા તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારોને ખૂબ આખી આજે જોવા મળી હતી જોકે હાલમાં મુહૂર્ત વિછુંડો બેસી જતા ઉમેદવારો એ મોટાભાગે બીજા દિવસે ઉમેદવારી ફોર્મ ભરી દીધા હતા

Danta Candidate form

હાલ તબક્કે દાંતા તાલુકાની 48 ગ્રામ પંચાયત ના સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણી માટે આગામી 19 ડિસેમ્બરે મતદાન યોજાનાર છે ઉમેદવારી ભરવાના આજે છેલ્લા સુધીમાં સરપંચના કુલ 312 અને વોર્ડ મેમ્બર ના કુલ 961 આમ કુલ 1273 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા સાથે દાંતા તાલુકામાં થાણા ગામે સરપંચ અને સભ્યોની પેટા ચૂંટણી પણ યોજાનાર છે ત્યારે થાણાગ્રામ પંચાયતની બેઠક આદીજાતી ની હોવાથી ગામમાં એક પણ આદિવાસી પ્રજાનો હોવાથી આ વખતે પણ ઘણા ગ્રામ પંચાયતના સરપંચ માટે ઉમેદવારે ફોર્મ ભરાયુ નહોતુ જ્યારે દાંતા તાલુકામાં પાંચ જેટલી ગ્રામ પંચાયત સમરસ થાય તેવું જોવા મળી રહ્યું છે

Danta Jan sewa kandra

દાંતા તાલુકામાં નાગેલ, બામણીયા ,પાતાળીયા,પુંજપુર તેમજ સેંબલીયા ગામ પંચાયત માટે બવોર્ડ અને સરપંચ માટે એકએક માત્ર ઉમેદવાર ફોર્મ ભરાતા પંચાયતો બિનહરીફ થવાની પૂરી શક્યતા જોવા મળી રહી છે કે આ બાબતે ફોર્મ ચકાસણી તેમજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા બાદ જ વિધિવત જાહેર કરવામાં આવશે તેમ દાંતા મામલતદાર અનિલભાઈ સોલંકીએ જણાવ્યુ હતુ.

Advertisement

આ પણ વાંચો…Startup of SVNIT college: સુરતની SVNIT કોલેજના સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટરની મુલાકાત લેતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

Whatsapp Join Banner Guj