Danta fertilizer stock: દાંતા તાલુકામા ડેપો મા ખાતર નો સ્ટોક પુરતા પ્રમાણમાં. .
Danta fertilizer stock: દાંતા તાલુકામા ખેડૂતોને પુરતા પ્રમાણ માં ખાતર મળી રહ્યુ છે. ડેપો મા ખાતર નો સ્ટોક પુરતા પ્રમાણમાં.
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૬ ડિસેમ્બરઃ Danta fertilizer stock: હાલ માં શિયાળા માં રવિપાક ની સીઝન ચાલી રહી છે ખેડૂતો ઘઉં ,મકાઈ ,રાયડો ,એરંડો નો પાક નું વાવેતર કરેલ છે ને ઉગેલો પાક પાકવાની અણી એ છે ત્યારે બનાસકાંઠા જિલ્લા માં કેટલાક વિસ્તારો માં ખાતર ની અછતવાળી પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર અને સીઝનેબલ ખેતીવાડી ઉપર નભતો તાલુકો છે ને મોટા પ્રમાણ માં ખેડૂતો એ ખેતીવાડી કરી છે

દાંતા તાલુકા માં ખાતર ની અછત હોય તેવું લાગી નથી રહ્યું અને ખેડૂતો ને હાલ પૂરતા પ્રમાણ માં ખાતર મળી રહ્યું છે ખાતર વેચાણકારો પણ પૂરતા પ્રમાણ માં ખાતર વેચાતા હોવાની વાત કરી રહ્યા છે અને એક નહીં પણ અનેક પ્રકાર ના ખાતર નો જથ્થો ખાતર ડેપો માં ભરેલો જોવા મળી રહ્યો છે.

જોકે હાલ ની સીઝન માં કમોસમી વરસાદ ને માવઠા ની અસર થી પાક ને થોડી નુકશાની જોવા મળી હતી પણ ખાતર ના અભાવે ખેડૂતો ના પાક ને કોઈ જ નુકશાની સહન કરવી પડી રહી નથી ખેડૂતો પણ પોતાના આધારકાર્ડ ઉપર જોઈએ તેટલા પ્રમાણ માં ખાતર મેળવી રહ્યા છે ને દાંતા તાલુકા માં ખાતર ની કોઈ જ અછત નથી તેમ જણાવી રહ્યા છે હાલ તબક્કે ખેડૂતો ને પૂરતા પ્રમાણ માં ખાતર મળી રહેતા ખેડૂત ખુશાહાલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો…Excessive use of mobile is fatal: મોબાઈલનો વધુ ઉપયોગ ઘાતક