36th Annual Convention of IATO

36th Annual Convention of IATO: ગુજરાતમાં ટુરિઝમ સેકટરનો હોલિસ્ટીક અને ઇન્કલુઝીવ ગ્રોથ સાકાર થયો છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

36th Annual Convention of IATO: ગાંધીનગરમાં ઇન્ડીયન એસોસિયેશન ઓફ ટુર ઓપરેટર IATOનું ૩૬મું વાર્ષિક સંમેલન યોજાયું

  • 36th Annual Convention of IATO: પ્રવાસન ધામોમાં હવે પર્યાવરણ જાળવણી ઇ-વ્હીકલનો ઉપયોગ-સોલાર એનર્જીનો વ્યાપ જેવા સમયાનુરૂપ નવા આયામો ગુજરાતમાં વિકસાવ્યા છે: ભૂપેન્દ્ર પટેલ


ગાંધીનગર, ૧૬ ડિસેમ્બરઃ 36th Annual Convention of IATO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે ગુજરાતમાં ટુરિઝમ-પ્રવાસન સેક્ટરનો હોલિસ્ટીક અને ઇન્કલુઝીવ ગ્રોથ સાકાર થયો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની સંસ્કૃતિ-પરંપરાઓને પ્રવાસન સાથે જોડીને રાજ્યના ટુરિઝમને નવો મોડ આપ્યો છે. આના પરિણામે આ સેક્ટરના સર્વગ્રાહી વિકાસ સાથે સ્થાનિક રોજગાર અવસર પણ વિપૂલ પ્રમાણમાં મળતા થયા છે.

મુખ્યમંત્રી ઇન્ડીયન એસોસિયેશન ઓફ ટુર ઓપરેટર્સ IATO દ્વારા (36th Annual Convention of IATO) ગાંધીનગરમાં આયોજિત ૩૬માં વાર્ષિક સંમેલનના અધ્યક્ષસ્થાને થી સંબોધન કરી રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે બહુવિધ પ્રવાસન સ્થળો માટે પ્રખ્યાત ગુજરાતમાં આ વાર્ષિક સંમેલનને ઉપયુકત ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ કે, ગુજરાતમાં અપાર પ્રવાસન વૈવિધ્ય છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના સેવાકાળ દરમ્યાન ઉત્સવોને પણ પ્રવાસન સાથે જોડવાનો ફેસ્ટિવલ ટુરિઝમનો નવતર કન્સેપ્ટ દેશ અને દુનિયાને ગુજરાતની ધરતી પરથી બતાવ્યો છે.

36th Annual Convention of IATO, Mike vaghela

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, IATOના આ વાર્ષિક સંમેલનની થીમ બ્રાન્ડ ઇન્ડીયા-અ રોડ ટુ રિકવરી રાખવામાં આવી છે તે સમય સાથે સુસંગત છે. કોરોના મહામારીને કારણે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને માઠી અસર પડી હતી તેમાં હવે ઝડપથી રિકવરી આવી રહી છે. એટલું જ નહિ, આ ક્ષેત્રના ભાવિ રોડ મેપ માટે પણ આ સંમેલન દિશાસૂચક બનશે.

ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ડેઝર્ટ ટુરિઝમમાં રણોત્સવ, સ્પિરીચ્યુઅલ એન્ડ રિલીજીયસ ટુરિઝમ, ક્રુત્ઝ ટુરિઝમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટિથી પેટ્રીઓટિક ટુરિઝમ જેવી પ્રવાસન વૈવિધ્યની ભૂમિકા આપી હતી. તેમણે ઉમેર્યુ કે, પ્રવાસન ધામોમાં હવે પર્યાવરણ જાળવણી, ઇ-વ્હીકલનો ઉપયોગ અને સોલાર એનર્જીના વ્યાપથી સમયાનુરૂપ નવા આયામો ગુજરાતે વિકસાવ્યા છે. આ નવા આયામો સાથે ગુજરાતને ઓલરાઉન્ડ ટુરિઝમ હબ બનાવવાની નેમ તેમણે દર્શાવી હતી.

36th Annual Convention of IATO

મુખ્યમંત્રીએ ગુજરાતની પહેલરૂપ પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી દ્વારા પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસતો-ઇમારતોને હેરિટેજ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે પ્રોત્સાહન મળ્યુ છે તેમ પણ ઉમેર્યુ હતું. પ્રવાસન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી માટેના હોલ ઓફ ફેમ એવોર્ડઝ પણ મુખ્યમંત્રીએ એનાયત કર્યા હતા.

આ અવસરે એસોસિયેશનના પ્રમુખ રાજીવ મહેરા, પદાધિકારીઓ તેમજ પ્રવાસન સચિવ હારિત શુકલા અને એસોસિયેશનના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…Don’t wear a bra while sleeping: તમને પણ સુતી વખતે બ્રા પહેરવાની ટેવ છે? તો ક્યારેય ન કરશો આવી ભૂલ

Whatsapp Join Banner Guj