Dedication of Kashi Vishwanath Live: કાશી વિશ્વનાથના લોકાર્પણ તીર્થસ્થળના સીધા દર્શન અંબાજી શક્તિપીઠમાં બેસી ને કર્યા
Dedication of Kashi Vishwanath Live: કાશી વિશ્વનાથના લોકાર્પણ તીર્થસ્થળના સીધા દર્શન અંબાજી શક્તિપીઠમાં બેસી ને કર્યા,અંબિકેશ્ર્વર મહાદેવજીને જળાભિષેક નો કાર્યક્રમ યોજાયો
Dedication of Kashi Vishwanath Live: ભારતના વિશ્વ વિખ્યાત તીર્થસ્થળ વારાણસીમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર 2014 માં શરૂ કરવામાં આવ્યો હતો જે 2021 માં પૂર્ણ થતાં જેનો આજે દિવ્યકાશી ભવ્યકાશી ના મંત્ર સાથે બનાવેલા કોરિડોરના લોકાર્પણનો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનુ સીધુ પ્રસારણ ભારત દેશજ નહી પણ સમગ્ર વિશ્વમાં લાઈવ પ્રસારણ થકી શ્રદ્ધાળુઓએ કાશી વિશ્વનાથના દર્શન નો લાભ લીધો હતો

યાત્રાધામ અંબાજી ખાતે પણ અંબાજી મંદિરના ચાચરચોકમાં વિશાળ એલ ઈ ડી મૂકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કાર્યક્રમ સીધુ પ્રસારણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું જેને અંબાજી મંદિર ખાતે દર્શને આવેલા શ્રદ્ધાળુઓ સાધુ-સંતો-મહંતો ઉપરાંત ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સમગ્ર કાર્યક્રમ નિહાળ્યો હતો અને કાશી વિશ્વનાથના એક

તીર્થસ્થળના સીધા દર્શન બીજા શક્તિપીઠમાં બેસી ને કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંતો-મહંતો અને ભાજપના અગ્રણી કાર્યકર્તા અંબાજી મંદિરમાં આવેલા શ્રી અંબિકેશ્ર્વર મહાદેવજી ને જળાભિષેક નો કાર્યક્રમ પણ યોજાયો હતો અને જાણે પોતે કાશીવિશ્વનાથ માં જળાભિષેક કરતા હોય તેવો મહેસુસ કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સાધુ-સંતો-મહંતો નો સાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવ્યા હતા

આપ્રસંગે અંબાજી શહેર ભાજપા પ્રમુખ ઈન્દરલાલ ગુર્જર,લલીક લોહાર,અંબાજી મંડળ પ્રભારી રેખાબેન ખાણેચા, કાર્યક્રમ ઈન્ચાર્જ ગણપતભાઈ જોશી, મંદિર ટ્રસ્ટના ગીરીશભાઈ પટેલ ભટ્ટજીમહારાજ જયશીલભાઈ ઠાકર ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીના તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ અગ્રવાલ સહીત અનેક શ્રધ્ધાળુઓ મોટી સંખ્યા માં ઉપસ્થીત રહ્યા હતા.

