બનાસકાંઠા: ડીસામાં નગરપાલિકા(deesa nagar palika)ના ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનનું મેન્ડેડ બદલાયાની ચર્ચાએ વેગ પકડ્યું…

ડીસા, 19 માર્ચઃ બનાસકાંઠાના ડીસા નગરપાલિકા(deesa nagar palika)માં પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણી ગત 15મી માર્ચએ યોજાયેલ જેમાં પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જ્યારે કારોબારી ચેરમેન ની વરણી કરાઈ હતી જોકે ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન નું નામ પાર્ટી માંથી નક્કી થયા બાદ મેન્ડેડ માં બદલાયું હોવાની ચર્ચા ડીસા સહિત સમગ્ર જિલ્લામાં ચર્ચાઈ રહી છે. બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં હમણાં જ નગરપાલિકા(deesa nagar palika)ની ચૂંટણી યોજાઈ જેમાં ભાજપ 44 માંથી 27 બેઠક પર કબ્જો કરી બહિમતી થી સત્તા હાંસલ કરેલ જ્યારે ગત 15 મી માર્ચ એ પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણી ડીસા નગરપાલિકા સભાખંડમાં યોજાઈ હતી.
જેમાં ભારતીય જનતા પાર્ટી એ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે નક્કી થયેલ નામ મેન્ડેડમાં લખી ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરવા જિલ્લા ભાજપ પ્રમુખ ને આદેશ કરવામાં આવેલ અને બાદ માં ડીસા પાલિકા માં જિલ્લા ભાજપ મહામંત્રી ડાહ્યાભાઈ પીલિયાતર અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કૈલાસભાઈ ગેલોત મેન્ડેડ લઈને આવેલ જેમાં પ્રમુખ તરીકે રાજુ ભાઈ ઠકકર, ઉપપ્રમુખ તરીકે સવિતાબેન હરિયાની અને કારોબારી ચેરમેન તરીકે જીગ્નેશ જોશીના નામનું મેન્ડેડ રજૂ કરેલ જેથી તમામ ની વરણી બિનહરીફ થયેલ.જોકે બાદ માં એટલેકે ભાજપ ના જ કેટલાક હોદ્દેદારો ને મેન્ડેડ બાબતે શંકા જતા તપાસ હાથ ધરેલ અને બાદ માં સમગ્ર જિલ્લામાં ચર્ચા શરૂ થયેલ કે ડીસા માં ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન નું પ્રદેશ ભાજપમાંથી નક્કી થયેલ નામ જિલ્લા ભાજપ ના આગેવાનો એ બદલી પોતાના પસંદગી ના નામો નક્કી કરી વરણી કરી દીધેલ હોવાની ચર્ચા વેગ પકડેલ સાથે એવી પણ ચર્ચા થવા લાગેલ કે ઉપપ્રમુખ ની વરણી પાછળ જિલ્લા ભાજપ એ મોટો.વહીવટ કર્યો હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.
જો ઘર ફૂટે ઘર જાય તે કહેવત મુજબ આ વાત ભાજપ ના અંદર ના આગેવાનો માંથી બહાર આવી છે એટલે કે વાત માં કઈક દમ હોઈ શકે. જોકે હાલ તો આ વાત ચર્ચા માં છે પરંતુ સાચુ તો પ્રદેશ ભાજપ ના આગેવાનો પોતાના નક્કી થયેલ નામ બાબતે ખુલાસો કરે તો જ સાચી હકીકત બહાર આવી શકે..
આ પણ વાંચો….


