જામનગર હાપાના નાગરિકો દ્વારા આપવામાં આવ્યું દાન, અન્ય લોકોને પણ ધૈર્યરાજ(Dhairyraj)ને મદદરૂપ થવા મંત્રી જાડેજાની અપીલ

અહેવાલઃ જગત રાવલ
જામનગર, 30 માર્ચઃ હાપા ખાતે વિવિધ કાર્યકર્તાઓ દ્વારા બાળક ધૈર્યરાજસિંહ(Dhairyraj) રાઠોડની સારવાર અર્થે વિસ્તારના લોકો પાસેથી ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો, જે રકમ કુલ રૂ.૧ લાખ ૧૦૦૦ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ(Dhairyraj) જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગર જિલ્લા રાજપૂત યુવા સંઘને અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે, બાળક ધૈર્યરાજસિંહ રાઠોડને અસાધ્ય બિમારીની સારવાર અર્થે જ્યારે આજે મોટી રકમની આવશ્યકતા છે ત્યારે સમગ્ર ગુજરાત આ બાળક અને તેના માતાપિતાની મદદ માટે તેમની પડખે રહી ફાળો એકત્રિત કરી રહ્યું છે, દરેક વ્યક્તિ પોતાની યથાશક્તિ આ સેવા કાર્યમાં યોગદાન આપી રહયું છે. તે માટે હાપા ખાતેના સમગ્ર સમાજ દ્વારા રૂ. ૧ લાખ ૧૦૦૦ રૂ. અર્પણ કરવામાં આવ્યા છે. આ સમયે મંત્રીએ અન્ય લોકોને પણ બાળક ધૈર્યરાજને મદદરૂપ થવા આગળ આવવા અપીલ અને બાળકના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી. કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જયદીપસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ વિગેરે હાજર રહ્યા હતા.

આ પણ વાંચો…