Bank Holidays April 2021: બેંકને લગતા કામ હોય તો જાણી લો આ વાત, એપ્રિલ મહિનામાં 15 દિવસ રહેશે બેંકો બંધ- વાંચો વિગત

Bank Holidays April 2021

બિઝનેસ ડેસ્ક, 30 માર્ચઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટમાં આપેલી માહિતી મુજબ એપ્રીલમાં રામ-નવમી, ગુડ ફ્રાઈડે , બિહુ , બાબુ જગજીવન રામના જન્મ દિવસ જેવા કેટલાક તહેવારોનો સમાવેશ થાય છે. એપ્રિલ મહિનાના પહેલાં અઢવાડિયામાં માત્ર 3 દિવસ કામ થશે. પહેલી અને બીજી એપ્રિલે બેંક(Bank Holidays April 2021)માં કામકાજ નહીં થાય. જુઓ ક્યા દિવસે બેંકો બંધ(Bank Holidays April 2021) રહેશે તેની યાદીઃ


– 01 એપ્રિલે બેંકોના વાર્ષીક હિસાબનું ક્લોઝિંગ હોવાથી સરકારી અને ખાનગી બેંક બંધ રહેશે

– 02 એપ્રિલે ગુડ ફ્રાઈડે હોવાથી કેટલાક રાજ્યોની બેંક બંધ રહેશે

ADVT Dental Titanium

-05 એપ્રિલે બાબુ જગજીવન રામના જન્મ દિવસ પર હૈદરાબાદમાં બેંક બંધ રહેશે

– 06 એપ્રિલે તમિલનાડુમાં વિધાનસભા 2021ની ચૂંટણી હોવાથી ચેન્નાઈમાં ખાનગી અને સરકારી બેંકો રહેશે બંધ

– 13 એપ્રિલે ગુડી પડવાનો તહેવાર હોવાથી બેંક રહેશે બંધ

– 14 એપ્રિલે ડૉ.બાબાસાહેબ આંબેડકર જયંતી/તમીલ ન્યુ યર ડે/ વીશુ/ ચિરોબા/ બોહાગ બિહુના તહેવારના કારણે કેટલાક રાજ્યોમાં બેંક બંધ રહેશે.

– 15 એપ્રિલે હિમાચલ દિવસ, બંગાળી ન્યુ યર ડે, બોહાગ બિહુ, સરહુલના તહેવારને લઈને અગરતલાસ ગુવાહાટી, કોલકાતા, રાંચી અને શીમલાની બેંક બંધ રહેશે.

– 16  એપ્રિલે બોહાગ બિહુના તહેવાર પર ગુવાહાટીમાં બેંક બંધ રહેશે.

Whatsapp Join Banner Guj

– 21 એપ્રિલે રામ નવમી અને ગરીયા પુજાના તહેવાર પર અગરતલા, અમદાવાદ, બોલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, દેહરાદુન,ગંગટોક, હૈદરાબાદ, જયપુર, કાનપુર, લખનઉ, મુંબઈ, નાગપુર, પટના, રાંચી અને શીમલામાં બેંકનું કામકાજ નહીં થાય.

– રવિવારના દિવસ સિવાય બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહે છે. 4, 11, 18 અને 25 એપ્રીલે રવિવાર છે જ્યારે 10 અને 24 એપ્રિલે બીજો અને ચોથો શનિવાર આવે છે જેથ બેંકમાં રજા રહેશે. 

આ પણ વાંચો….

જામનગર હાપાના નાગરિકો દ્વારા આપવામાં આવ્યું દાન, અન્ય લોકોને પણ ધૈર્યરાજ(Dhairyraj)ને મદદરૂપ થવા મંત્રી જાડેજાની અપીલ