વાંકાનેરનાં મહારાજા દિગ્વિજયસિંહ ઝાલા(Digvijaysinh Zala)નું થયું નિધન, પીએમ મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું..

Digvijaysinh Zala

અમદાવાદ, 04 એપ્રિલઃ આજે ગુજરાતના રાજવી પરિવારની એક સદીનો અંત થયો છે. રાજ્યના મોરબી જિલ્લામાં આવેલાં વાંકાનેરના સ્ટેટ એટલેકે, ત્યાંના મહારાજા(Digvijaysinh Zala)તેમજ કેન્દ્ર સરકારમાં પર્યાવરણ મંત્રી રહી ચૂકેલાં દિગ્વિજયસિંહ પ્રતાપસિંહજી ઝાલા(Digvijaysinh Zala)નું 88 વર્ષની વયે નિધન થયું છે. 3 એપ્રિલ 2021ને શનિવારના રોજ મોડી રાત્રે બીમારીના કારણે તેમનું અવસાન થયું છે. આ સમાચાર મળતાની સાથે જ રાજવી પરિવારમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે. આજે બપોરે 2 વાગ્યે રણજીત વિલાસ પેલેસ ખાતેથી તેમની અંતિમયાત્રા નીકળશે. પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છેકે, આ ઉપરાંત ગુજરાતના જાણિતા કવિ અને ગઝલકાર ખલીલ ધનતેજવીનું પણ આજે અવસાન થયું છે.અંદાજે 500 વર્ષ પહેલાં મચ્છુ નદીના કાંઠે વાંકાનેર શહેરની સ્થાપના ઝાલા વંશના રાજવી દ્વારા કરવામાં આવી હતી. તેમના વંશજ અને મોરબીના મહારાજા દિગ્વિજયસિંહ ઝાલાના પિતા પ્રતાપસિંહ ઝાલાએ પણ મોરબીના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. ત્યાર બાદ દિગ્વિજયસિંહ ઝાલા વાંકાનેરના મહારાજા બન્યા અને તેમણે પણ આ શહેરના વિકાસમાં વિશેષ ફાળો આપ્યો. દિગ્વિજયસિંહ ઝાલા રાજકીય ક્ષેત્રે ખુબ સક્રિય રહ્યાં. પહેલાં તેઓ વાંકાનેરના ધારાસભ્ય તરીકે ચૂંટાતા રહ્યાં અને ત્યાર બાદ તેઓ સુરેન્દ્રનગર જિલ્લાનાં સાંસદ તરીકે પણ ચૂંટાયાં. સાંસદ બન્યા બાદ તેઓ કેન્દ્ર સરકારમાં પર્યાવરણ મંત્રી જેવી મહત્વની પદવી પર પણ રહ્યાં. મહારાજા દિગ્વિજયસિંહ ઝાલા(Digvijaysinh Zala)ને ઘોડેસવારી અને તલવારબાજીનો ખુબ જ શોખ હતો.

ADVT Dental Titanium

આ ઉપરાંત તેઓ ખુબ જ મિલનસાર અને સેવાભાવિ સ્વભાવ ધરાવતા હતાં. તેમનો પુત્ર યુવરાજ કેશરીદેવસિંહ હાલ ભાજપમાં સક્રિય નેતા છે. વાંકાનેરનાં યુવરાજ કેશરીદેવસિંહનાં લગ્ન થયાં ત્યારે ગુજરાતનાં CM તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે ખાસ લગ્ન રિસેપશનમાં હાજરી આપવા આવ્યાં હતાં. તે સમયે હાલના ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ નરેન્દ્ર મોદી સાથે આ રિસેપ્શનમાં હાજર રહ્યાં હતાં. તેમના રાજવી પેલેસમાં ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ કરવામાં આવ્યું છે. એજ કારણ છેકે, તમને ઘણી ફિલ્મોમાં વાંકાનેરનો રાજવી પેલેસ પણ જોવા મળે છે. 

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

આજે વહેલી સવારે જાણીતા ગુજરાતી અને ઉર્દૂ ગલઝકાર(famous poet)નું 86 વર્ષની વયે થયું નિધન