District outstanding yuva mandal award

District outstanding yuva mandal award: સનારાઈઝ એજ્યુકેશન સ્પોર્ટ્સ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ઉધનાને ‘જિલ્લા ઉત્કૃષ્ટ યુવા મંડળ એવોર્ડ’ એનાયત

District outstanding yuva mandal award: નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા સનારાઈઝ એજ્યુકેશન સ્પોર્ટ્સ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ઉધનાને ‘જિલ્લા ઉત્કૃષ્ટ યુવા મંડળ એવોર્ડ’ એનાયત

અહેવાલ: પરેશ ટાપણીયા

સુરત, 08 એપ્રિલ: District outstanding yuva mandal award: કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા સનારાઈઝ એજ્યુકેશન સ્પોર્ટ્સ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ઉધનાને વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે ‘જિલ્લા ઉત્કૃષ્ટ યુવા મંડળ એવોર્ડ’ એનાયત કરાયો હતો.

જિલ્લા કલેક્ટર આયુષ ઓકના હસ્તે સનરાઈઝ એજ્યુકેશન,સ્પોર્ટ્સ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ઉધના-સુરતના સંસ્થાપક પ્રદીપ રામકૃષ્ણ શિરસાઠને પુરસ્કાર તથા જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા દ્વારા શિલ્ડ અને પુરસ્કાર રાશિ રૂ.૨૫,૦૦૦ આપી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, જિલ્લા કલેકટરની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા આ પુરસ્કાર માટેની પસંદગી કરવામાં આવી હતી. નેહરુ યુવા કેન્દ્ર દ્વારા જિલ્લામાં શૈક્ષણિક, રમતગમત, સામાજિક, સાંસ્કૃતિક પ્રવૃતિઓ સાથે યુવા વિકાસ અને કૌશલ્ય વિકાસ, ડોર ટુ ડોર કાનૂની જાગૃતિ અભિયાન, સાક્ષરતા ઝુંબેશ, કોરોના મહામારી સમયે જરૂરિયાતમંદ લોકો માટે સહાયતા અને ફૂડ પેકેટનું વિતરણ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસોના કાર્યક્રમો, વિનામૂલ્યે શિક્ષણ સમર કેમ્પ, યુવાનો માટે સાહસિક કાર્યક્રમો, યુવા નેતૃત્વ અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિરો, યોગાસનના કાર્યક્રમો, આંતર-રાજ્ય શૈક્ષણિક પ્રવાસ વગેરે જેવા રાષ્ટ્રીય વિકાસ અને સામાજિક સેવા ક્ષેત્રમાં કામગીરી કરવામાં આવે છે.

આ પણ વાંચો: Gujarat nursing council vice president honored: ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખને એક્સલન્સ એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરાયા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો