Division of gram panchayat: દાંતા તાલુકાના સેંબલપાણી ગૃપ ગ્રામ પંચાયતનું વિભાજન કરી નવીન ૩ ગૃપ ગ્રામ પંચાયતોની રચના કરવામાં આવી

Division of gram panchayat: દાંતા તાલુકાના સેંબલપાણી ગૃપ ગ્રામ પંચાયતનું વિભાજન કરી સેંબલપાણી સહીત વધારાની બેડાપાણી, પાડલીયા અને ગુડા આમ નવીન ૩ ગૃપ ગ્રામ પંચાયતોની રચના કરવામાં આવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, ૩૦ ઓક્ટોબર: Division of gram panchayat: આઝાદીના ૭૫ માં વર્ષે ‘ આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે અંત્યોદયના સુર્યોદય સ્વરૂપે સેંબલપાણી જેવા અંતરીયાળ અને આદિવાસી વિસ્તારની ૪૫ કિ.મી. કરતાં વધુ ક્ષેત્રફળ ધરાવતી ૧૨ મહેસુલી ગામોની સેંબલપાણી ગૃપ ગ્રામ પંચાયતનું વિભાજન કરી સેંબલપાણી તેમજ વધારાની બેડાપાણી, પાડલીયા અને ગુડા આમ નવીન ૩ ગૃપ ગ્રામ પંચાયતોની રચના કરવામાં આવેલ છે, જેથી આ અંતરીયાળ વિસ્તારમાં વિકાસનો નવીન સુર્યોદય થશે તેવી નવીન આશાઓ સાથે ખુશીની લાગણી પ્રસરેલ છે અને આ વિસ્તારની પ્રજાએ સરકાર પ્રત્યેનો હકારાત્મક અભિગમ દાખવેલ છે.

Division of gram panchayat: ઉકત સંબલપાણી ગૃપ ગ્રામ પંચાયતના વિભાજન અંગેના જટીલ અને અતિમુશ્કેલ કાર્યને સફળ બનાવવામાં સહભાગી થનાર સર્વે મહાનુભાવઓ જેવાકે, ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પંચાયત-ગ્રામ ગૃહ નિમાર્ણ અને ગ્રામિણ વિકાસ મંત્રી લીજેશભાઈ મેરજા, મુખ્ય સચિવ પંચાયત વિભાગ, વિકાસ કમિશ્નર, વિકાસ કમિશ્નર કચેરી ગાંધીનગરના અધિકારીંગણ, રાજય સરકાર પ્રભારીમંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ પરબતભાઈ પટેલ, રાજયસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રભારી અને પ્રદેશ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર, જિલ્લા સંગઠન પ્રભારી સુરેશભાઈ શાહ, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ તથા જિલ્લા ભાજપના મહામંત્રીઓ, બનાસકાંઠાના આગેવાન શંકરભાઈ ચૌધરી.

આ પણ વાંચો: Puneet rajkumar death: કન્નડ સુપરસ્ટાર પુનિતના મોતનો આઘાત ના જીરવાયો, બે ચાહકોનુ પણ હાર્ટ એટેકથી મોત

માલધારી સેલ સંયોજક ડો . સંજયભાઈ દેસાઈ, કલેકટર-બનાસકાંઠા, જિલ્લા પંચાયત-બનાસકાંઠાના પ્રમુખ વારકીબેન સી.પારઘી, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના પંચાયત વિભાગના અધિકારી રાઠોડ તેમજ મકવાણા સાહેબ, તાલુકા પંચાયત-દાંતાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ તાલુકા પંચાયત દાંતાના સર્વે ડેલીગેટઓ, તાલુકા વિકાસ અધિકારી દાંતા, તાલુકા પંચાયતના અધિકારી, વિસ્તરણ અધિકારી તેમજ સ્ટાફગણ, અંબાજી ભાજપ મંડળના પુર્વ તેમજ વર્તમાન પ્રમુખ-મહામંત્રી તેમજ અંબાજી ભાજપ મંડળના પ્રભારીઓ તેમજ પાર્ટીના સર્વે આગેવાન કાર્યકરો તેમજ સેંબલપાણી ગૃપ ગ્રામ પંચાયતના તથા સર્વે સરપંચ, ઉપસરપંચ તેમજ પંચાયતના સર્વે સદસ્યઓ, તલાટ- કમ-મંત્રી સ્ટાફગણનો ઉકત સમગ્ર વિસ્તાર વતી અત્રેના સ્થાનિક આગેવાન વિજયભાઈ દેસાઈ મારફતે સૌનો હ્રદયપુર્વક આભાર માનવામાં આવેલ.

Division of gram panchayat: વધુમાં સમસ્ત વિસ્તાર વતી તેમણે એવું પણ જણાવેલ કે, ઉકત પંચાયત વિભાજનના ભગીરથ કાર્યમાં સાથ- સહકાર આપનાર સરકાર ના મુખ્યમંત્રી અને મંત્રીમંડળ, સાંસદ, પ્રદેશ તથા જિલ્લા સંગઠનના પદાધિકારીશ્રી-નેતાગણ, પાર્ટીના સૌ વરિષ્ઠ હોદ્દેદારો, સામાજીક આગેવાનો તેમજ સર્વે અધિકારીગણ, ૧ ર ગામના પાર્ટીના સર્વે કાર્યકરો તથા મારા સાથીમિત્રોના આરાસુરી માં અંબાજીના અસીમ આશીર્વાદ થકી અંબાજી શહેર ભાજપના મહામંત્રી અને તાલુકા પંચાયત-દાંતાના ડેલીગેટ વિજયભાઈ દેસાઈ મારફતે સૌનો હદયપુર્વક ખુબ ખુબ આભાર વ્યકત કરેલ અને સૌને શત શત અભિનંદન પણ પાઠવેલા.

Whatsapp Join Banner Guj