Puneeth Rajkumar

Puneet rajkumar death: કન્નડ સુપરસ્ટાર પુનિતના મોતનો આઘાત ના જીરવાયો, બે ચાહકોનુ પણ હાર્ટ એટેકથી મોત

Puneet rajkumar death: પુનિતના મોતની ખબર પડ્યા બાદ તે ટીવી સામે બેસીને સતત રડતો રહ્યો હતો

બોલિવુડ ડેસ્ક, 30 ઓક્ટોબરઃ Puneet rajkumar death: કન્નડ સુપર સ્ટાર પુનીત રાજકુમારના માત્ર 46 વર્ષની વયે હાર્ટ એટેકથી થયેલા નિધન બાદ તેમના લાખો ચાહકો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

આ દરમિયાન તેમના બે ચાહકોનુ પણ આઘાતના કારણે હાર્ટ એટેક આવવાથી મોત થયુ છે.આ પૈકી એક મુનિયપ્પા નામનો ખેડૂત છે. 30 વર્ષના આ ચાહકને પુનિતના મોતની ખબર પડી તો તે જોર જોરથી રડવા માંડ્યો હતો અને એ દરમિયાન તેને છાતીમાં દુખાવો થતા તે નીચે પડી ગયો હતો. લોકો તેને હેલ્થ સેન્ટરમાં લઈ ગયા હતા પણ ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

content image 848176a4 70b2 49d4 8c02 0d5833f35565

આ જ રીતે બેલગાવી જિલ્લામાં પણ પરશુરામ નામના પુનિત રાજકુમારના ચાહકનુ મોત થયુ છે. પુનિતના મોતની ખબર પડ્યા બાદ તે ટીવી સામે બેસીને સતત રડતો રહ્યો હતો. ગઈકાલે રાત્રે તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનુ પણ મોત થયુ હતુ.

આ પણ વાંચોઃ PM modi meets pope francis: PM મોદી વેટિકનમાં પોપ ફ્રાન્સિસને મળ્યા, ભારત આવવા માટે આપ્યુ આમંત્રણ

Whatsapp Join Banner Guj