Electricity theft accelerated in ambaji: અંબાજીમાં યુ.જી.વી.સી.એલ દ્વારા દરોડા પાડી વીજ ચોરી ઝડપી
Electricity theft accelerated in ambaji: અંબાજી નાં પાડલીયા નવાવાસ વિસ્તારમાં યુ.જી.વી.સી.એલ દ્વારા દરોડા પાડી આદિવાસી વિસ્તારની દુકાન તેમજ રહેણાંક વિસ્તાર માંથી વીજ ચોરી ઝડપી
રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 03 ફેબ્રુઆરી: Electricity theft accelerated in ambaji: યુ.જી.વી.સી.એલ દ્વારા હમણાં વીજ ચોરી પકડવા કેમ્પેઇનિંગ ચલાવી રહી છે જેને લઈ અંબાજી વિસ્તારના પાડલીયાના નવા વાસ ફળીમાં કેટલાક લોકો વીજ ચોરી કરતા હોવાની હકીકત સામે આવતા અંબાજી નાં પાડલીયા નવાવાસ વિસ્તારમાં યુ.જી.વી.સી.એલ દ્વારા દરોડા પાડી આદિવાસી વિસ્તારની દુકાન તેમજ રહેણાંક વિસ્તારમાંથી વીજ ચોરી ઝડપી પડી હતી.
જેને લઈ યુ.જી.વી.સી.એલ ના કર્મચારીઓને સ્થાનિક વીજચોરો દ્વારા હુમલો થયા હોવાની પણ ઘટના બનવા પામી હતી જેને લઈ અંબાજી નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા ચાર શખ્શો વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી સાથે યુ.જી.વી.સી.એલ ના કર્મચારીઓ તેમજ સ્થાનિક લોકો સામ સામે આવી જતાવીજ કંપની દ્વારા પાડલીયા ને નવાવાસ વિસ્તાર નો સંપૂર્ણ વીજ પુરવઠો બંધ કરી દીધો હતો ને સતત એક સપ્તાહ થી વીજ પુરવઠો બંધ રહેતા સ્થાનિક લોકો માં અનેક તર્ક વિતર્ક થતા બે ભાગ પડી ગયેલા જોવા મળ્યા હતા.
જેમાં કેટલાક લોકો ફરી વીજ પુરવઠો ચાલુ કરી આપવા અને વીજ ચોરી નહિ કરવા ખાતરી અપાતા યુ.જી.વી.સી.એલ ના કર્મચારીઓ અંબાજી અને યુ.જી.વી.સી.એલ ના પોલીસ કાફલા સાથે નવા વાસ ગામે પહોંચી વીજ ચોરી માટે ઉપયોગ માં લેવાયેલા વાયરો કબ્જે લેવાની તજવીજ હાથ ધરી હતી જ્યાં આદિવાસી લોકો ના ટોળે ટોળા ઉમટ્યા હતા ને અંબાજી પોલીસે આ આદિવાસી લોકો ને સમજણ પાડી વીજ ચોરી નહીં કરવા સમજણ આપી હતી.
ત્યારે ગ્રામજનો એ યુ.જી.વી.સી.એલ ના અધિકારી ને ખાતરી આપતા ફરી આવી વીજ ચોરી નો બનાવ નહીં બને ત્યારે યુ.જી.વી.સી.એલ ના એમડી પુનિત જોશી ના માર્ગદર્શન હેઠળ નવાવાસ ને પાડલીયા વિસ્તાર નો વીજ પુરવઠો ફરી રાબેતા મુજબ ચાલુ કરી દેવાયો હતો.
જોકે આજે એકત્રિત થયેલા આદિવાસી લોકો એ એવી પણ દલીલ કરી હતી કે અમે પોતે જ ભારત સરકાર છીએ તેવા પેમ્પલેટ પણ પ્રદર્શિત કર્યા હતા સાથે આદિવાસી હિન્દૂ નથી તેવા પણ પોસ્ટર પ્રદર્શિત કરી વીજ કનેકસન કાપવા બાબતે ઉગ્ર વિરોધ કરતા નજરે પડ્યા હતા.

