Executive meeting: જામનગર વોર્ડ નંબર 2 ભાજપ પક્ષની કારોબારી બેઠક યોજાઈ
Executive meeting: અનેક પ્રસ્તાવ પસાર કરી, કોરોનાકાળ માં વધુમાં વધુ લોકો ને મદદરૂપ થવા સંકલ્પ કરાયો
અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૬ જુલાઈ: Executive meeting: વોર્ડ નં.- 2 ની કારોબારી ની બેઠક કષ્ટભંજન હનુમાન મંદિર હોલ ખાતે શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા’જી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ તેમા શહેર ના ઉ.પ્રમુખ ખુમાનસિંહ સરવૈયા.શહેર મંત્રીઓ દિલીપસિંહ કંચવા. ભાવિષાબેન ઘોળકિયા. પૂર્વ મેયર કનકસિંહ જાડેજા.પૂર્વ ડે.મેયર ભારતી બા સોઢા.વોર્ડ નં.5 ના કોર્પોરેટર કિશનભાઇ માડમ વોર્ડ નં.10 ના કોર્પોરેટર મુકેશભાઇ માતંગ વોર્ડ ના કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા.જયરાજસિંહ જાડેજા.ડિમ્પલબેન રાવલ. કુપાબેન રબારી. વોર્ડ પ્રમુખ પ્રજ્ઞેશ ભટ્ટ મહામંત્રીઓ સી.એમ.જાડેજા.હિતેશભાઇ વસાણી. શહેર મહિલા મોરચા ના કોષાધ્યક્ષ પ્રજ્ઞાબા સોઢા. વોર્ડ નં.10 ના પ્રભારી પી.ડી.રાયજાદા પૂર્વ કોર્પોરેટર દિલીપસિંહ જાડેજા.સહિત વોર્ડ ના હોદેદારો સિનીયર અગ્રણીઓ વોર્ડ કારોબારી ના સભ્યો. સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ કારોબારી ને સફળ બનાવેલ હતી.
આ (Executive meeting) તકે ઉપસ્થિત રહેલ તમામ કોર્પોરેટરઓ પૂર્વ કોર્પોરેટરઓ સિનીયર અગ્રણીઓ વોર્ડ ના હોદેદારઓ શહેર સંગઠન ના હોદેદારઓ તથા કારોબારી સમિતિ ના સભ્યો નો વોર્ડ નં.2 ભાજપ પરીવારવતી પ્રમુખ પ્રગણેશભાઈ ભટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવયિ હતો.