Bhadar dam

Bhadar Dam: વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રના બીજા નંબરના ભાદર ડેમમાં ઓગસ્ટ મહિના સુધી જ ચાલે તેટલું પાણી

Bhadar Dam: સૌરાષ્ટ્રમાં સૌથી મોટા બીજા નંબરના એવા ગોંડલના લીલાખા પાસે આવેલ ભાદર ડેમ હવે તળીયા ઝાટક થવા લાગ્યો છે

અમદાવાદ, ૦૬ જુલાઈ: Bhadar Dam: સામાન્ય રીતે મોટા ભાગે ગુજરાતમાં 20 જૂનથી ચોમાસાનો પ્રારંભ થતો હોય છે. તેમ છતા આ વર્ષે હજુ સુધી ગુજરાતભરમાં મેઘરાજાનું જોઈએ તેવું ધમાકેદાર આગમન થયું નથી. રાજ્યભરમાં મોટા ભાગના તાલુકાઓમાં થયેલા વરસાદ બાદ ખેડૂતોએ કરેલા વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલતતો કફોડી બની છે. તો બીજી તરફ હજું પણ વરસાદનું આગમન ન થતા સરકાર માટે પાણી પ્રશ્ન પણ પેચીદો બને તો ના નહી.

સૌરાષ્ટ્રમાં મોટાભાગના ડેમોમા પાણીનો સ્ટોક ખાલી થવા લાગ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી મોટા બીજા નંબરના એવા ગોંડલના લીલાખા પાસે આવેલ ભાદર ડેમ હવે તળીયા ઝાટક થવા લાગ્યો છે. રાજકોટ, જેતપુર અને અનેક ગામોના લોકોને પીવાનું પાણી પુરૂ પાડતા ભાદર ડેમમાં 31 ઓગસ્ટ સુધી ચાલે તેટલું જ પાણી બચ્યું છે.

Whatsapp Join Banner Guj

ડેમ સતાવાળાઓના જણાવ્યા મુજબ હાલમાં ભાદર ડેમની સપાટી 17.80 ફૂટ થવાની સાથે અંદાજે 1435 એમસીએફટી પાણીનો સંગ્રહ છે. ત્યારે આ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે 9 જેટલા પિયત આપવામાં આવ્યા છે.જેમને લઈને ભાદર ડેમની સપાટી ઘટતી જોવા મળી રહી છે. ભાદર ડેમની સપાટી ઘટતી જોવા મળી રહી છે.

ત્યારે વરસાદ ખેંચાવાની સાથે રાજકોટ,જેતપુર સહિતના શહેરો અને ભાદર જૂથ યોજના હેઠળ સંકળાયેલા અનેક ગામોના લોકોનો પીવાના પાણી પ્રશ્ન વિકટ બનવાનો પ્રશ્ર્ન ઉદભવેલ છે. ત્યારે સરકારે પણ પાણી પ્રશ્ને વિચારવું પણ ખૂબજ જરૂરી બન્યું છે.

આ પણ વાંચોઃ case of treason: 5 રૂપિયાની નોટ અને 10 રૂપિયાના સિક્કા સ્વિકારશો નહી તો થશે રાજદ્વોહનો કેસ, મેજિસ્ટ્રેટએ જનતાને આપી ચેતવણી

देश की आवाज़ की तमाम खबरों को फेसबुक पर पाने के लिए लाइक करें.