tejas patel confrance

ગુજરાતના નિષ્ણાત ડોક્ટર(expert doctors)ની પત્રકાર પરિષદ, કોરોનાને ગણાવ્યો ઘાતક જણાવતા કહ્યું- આ એક વાયરલ યુદ્ધ છે, આપણે પહેલા રોગને સમજવો જરૂરી છે

expert doctors

ગાંધીનગર,09 એપ્રિલ: ગુજરાત અને ખાસ કરીને રાજ્યનાં ચાર મહાનગરોમાં કોરોનાએ ભરડો લીધો છે. જેના કારણે સરકારી હેલ્થ સિસ્ટમ હવે કોરોના સામે લડવામાં નિષ્ફળ સાબિત થઇ રહી હોય તેવું દ્રશ્ય ખડું થઇ રહ્યું છે. આ ઉપરાંત નાગરિકોમાં પણ હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે આજે સરકાર દ્વારા કોરોના અંગે નિમાયેલી ગુજરાતનાં નિષ્ણાંત ડોક્ટર્સ(expert doctors)ની ટીમ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં તમામ ડોક્ટર્સે(expert doctors) સ્વિકાર કર્યો હતો કે ગત્ત કોરોના વેવની તુલનાએ આ વેવ વધારે ખતરનાક છે અને સ્થિતી પણ ગંભીર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ તબીબી સમીતીમાં ડો.તેજશ પટેલ,ડો અતુલ પટેલ,ડો.દિલીપ માલવણકર સહિત 6‌ તબીબો અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ કમિશનર ડો.એચ.જી.કોશિયા પણ હાજર રહ્યા હતા. તેજસ પટેલે(expert doctors) જણાવ્યું કે, આ વાયરસ તમામ માપદંડ તોડી નાખ્યા છે. આ વાઇરસ અલગ પ્રકારનો છે. તે જે 45 ડિગ્રીમાં પણ જોવા મળ્યો અને માઈનસ ૪૫ ડિગ્રીમાં પણ જોવા મળ્યો છે. ખુબ જ વિચિત્ર પ્રકારનો આ વાયરસ છે. 

તેજસ પટેલે નાગરિકોને અપીલ કરી કે, માસ્ક ફરજીયાત અને યોગ્ય રીતે પહેરવું જોઇએ. ટોળા હોય તેવી જગ્યાએ જવાનું ટાળવું જોઇએ આ ઉપરાંત ટોળા કરવા પણ ન જોઇએ. લોકડાઉનએ કોઇ ઉપાય નથી. તેનાથી નાગરિકો અને ધંધા રોજગારની કમર તુટી જાય છે. વાયરસથી બચવા માટે હાલ માસ્ક અને વેક્સિન બે જ વસ્તુ ઉપયોગી છે. વેક્સિનન લીધી હોય તેવા લોકોને કોરોના ન થાય તેવું નથી પરંતુ કોરોના થાય તો પણ તે પ્રાણઘાતક ન બને. ઓછુ નુકસાન કરે. 

Whatsapp Join Banner Guj

આ અંગે ડો વી.એમ શાહે જણાવ્યું કે, આ એક વાયરલ યુદ્ધ છે. આપણે પહેલા રોગને સમજવો જરૂરી છે. આ રોગનો એક જ ઇલાજ છે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક. તેનાથી ટેવાઇ જઇશું અને વેક્સિનથી હર્ડ ઇમ્યુનિટી થશે. માસ મુવમેન્ટ કરવી પડશે વેક્સિન માટે. હાલ યુ.કે વેરયન્ટ ચાલી રહ્યો છે જે ખુબ જ ખતરનાક છે. જેના કારણે ફેમિલી બન્ચીંગ સિસ્ટમ જોવા મળે છે. વેક્સિનને માસ મુવમેન્ટ બનાવવી પડશે. દવાઓ બાબતે કેટલીક ગેરસમજ છે તે પણ દુર કરવી પડશે. લોકોમાં અફવા છે કે, રેમેડિસિવિરથી કોરોના મટી જાય છે તે એક તથ્યહિન બાબત છે. દરેકને આ ઇન્જેક્શન આપી શકાય નહી. ડો. દિલીપ માલવણકરે જણાવ્યું કે, પહેલા દુકાનોની બહાર કુંડાળા રહેતા હતા તે આપણે ભુલી ગયા છીએ. લોકો સાથે શક્ય તેટલો સંપર્ક ટાળવો જોઇએ. ટોળા હોય તેનાથી તો દુર જ રહેવું જોઇએ. જ્યાં પણ બેસો ત્યાં વેન્ટિલેશન હોવું ખુબ જ જરૂરી છે. પહેલા વેવ કરતા ત્રણ ગણો વધારે આ ફેલાઇ રહ્યો છે. યુવાનો પણ બિનજરૂરી ઘરની બહાર ન નીકળે. તેમણે તો પ્રેસ કોન્ફરન્સ યોજાઇ તે હોલમાં પણ વેન્ટિલેશન નહી હોવાની ટકોર કરી હતી. 

ADVT Dental Titanium

આ અંગે અતુલ પટેલે(expert doctors) જણાવ્યું કે, કોરોના વાયરસને વાયરલ સારવારનાં તમામ નિયમોને નેવે મુકી દીધા છે. જો કે સારી બાબત છે કે તમામ દર્દીઓને સામાન્ય લક્ષણો છે. ખોટા ગભરાઇ જવાની જરૂર નથી અને ઇન્જેક્શન માટે દોડાદોડી કરવાની જરૂર નથી. આરામ કરવો, પાણી પીવું અને યોગને એ પણ અચાનક  કોરોનાની બીકે વધારી ન દેવું. કોરોના ચેપી રોગ કરતા સોજાવાળો રોગ વધારે છે. 80 ટકા દર્દીઓ તુરંત જ સાજા થઇ જાય છે. અંદર સુધી વાયરસ જાય ત્યારે ફેફસા અને અન્ય અંગો પર સોજા થઇ જાય છે. તેની અસર અંગો પર વધારે પડે છે. સ્ટીરોઇડની દવાઓ તત્કાલ ન લેવી જોઇએ. તેનાથી શરીરને નુકસાન થઇ શકે છે. સ્ટીરોઇડ લાઇફસેવિંગ છે પરંતુ જરૂરિયાત અનુસાર મળે તે જરૂરી છે. ટોસીલીઝુમેબ પણ લાઇફ સેવિંગ છે. સોજા વધારે હોય તો તત્કાલ અસર કરે છે. ટોસીલીઝુમેબ, રેમડીસીવીર બંન્ને દવાઓ કોરોના માટે સૌથી અસરકારક સાબિત થઇ રહ્યા છે. જો કે રેમેડીસીવીર અંગે અનેક ગેરમાન્યતાઓ છે. દરેકને આ ઇન્જેક્શન આપવું જરૂરી નથી. કોઇ પણ પ્રકારનો બહારનો ઓક્સિજન આપવો પડતો હોય તેવી વ્યક્તિને જ આ ઇન્જેક્શનની જરૂર છે. 

આ પણ વાંચો….

મોરબીમાં તાત્કાલીક નવી કોરોના(Coronavirus) ટેસ્ટ લેબ ઊભી કરાશે ઉચ્ચસ્તરીય મિટિંગ, મુખ્યમંત્રી એ કોરોના સંદર્ભે ટેસ્ટીંગ, ટ્રેસ્ટીંગ અને ટ્રીટમેન્ટ પર આપ્યો ભાર